Gujarat First
6k Followersગોંડલ ગુંદાળા રોડ પર આવેલ વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલ બંગડીના સ્ક્રેપ ના કારખાના માં આગ લાગી હતી ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ઘટના સ્થળે પોહચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ તેમજ જેતપુરના ફાયરની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ વલ્લભવાટીકા સોસાયટીની બાજુમાં આવેલ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં બંગડી ના સ્ક્રેપ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગવાની જાણ ગોંડલ ફાયર ને થતા 2 ફાયર ઘટના સ્થળે પોહચી ને આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા વિકરાળ આગ ને બુઝાવવા માટે રાજકોટ તેમજ જેતપુરના ફાયર સ્ટાફ ની મદદ લેવામાં આવી હતી.
ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ચાલુ કન્ડીશનમાં 2 ફાયર બંધ હાલતમાં જોવા મળ્યા.
ગોંડલ ના ગુંદાળા રોડ પર ગત રાત્રે બંગડી ના સ્ક્રેપ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં ફાયર સ્ટેશન પર ફોન કરતા હાલ 2 ફાયર ચાલુ હાલત માં છે અન્ય 2 ફાયર રીપેરીંગ માં છે વધારે આગ લાગી હોઈ તો જેતપુર અને રાજકોટ ફાયર મંગાવી શકો છો તેવા જવાબ આપવામાં આવ્યા હતા ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોનિ આસપાસ નાના મોટી અનેક GIDC આવેલી છે ગોંડલ ફાયર સ્ટેશન માં એક સાથે બધા ફાયરો ચાલુ હોઈ તેવા દિવસો હજુ સુધી જોવા મળ્યા નથી રીપેરીંગ માં પડેલા ફાયર ક્યારે ચાલુ થશે તે જોવાનું રહ્યું છે.
આપણ વાંચો- ઉમરગામ GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Gujarat First