- ગુજરાત (Gujarat) માં વસ્તી ગણતરીને લઈને આવ્યા મહત્વના સમાચાર
- રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો નહીં
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે પ્રક્રિયામાં થશે વિલંબ
- ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ગણતરીનો થશે વિધિવત પ્રારંભ
- હાઉસિંગની ગણતરી પ્રથમ તબક્કા દરમિયાન કરવામાં આવશે
Gujarat Census 2026 : ગુજરાત (Gujarat) માં વસ્તી ગણતરી (Census) ની રાહ જોઈ રહેલા નાગરિકો અને વહીવટી તંત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે નહીં. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) ને કારણે આ સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા છે. ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ જ વસ્તી ગણતરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
ગુજરાત (Gujarat) માં વસ્તી ગણતરીને લઈને આવ્યા મહત્વના સમાચાર
ગુજરાતમાં (Gujarat) વસ્તી ગણતરીની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ રાજ્યમાં તોળાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ આ પ્રક્રિયા પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. સરકારી તંત્ર અને સ્ટાફ હાલ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેવાનો હોવાથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને (First Phase) હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.
ચૂંટણી બાદ થશે વિધિવત પ્રારંભ
સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ (Elections) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય, ત્યારબાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા વેગ પકડશે. ચૂંટણી બાદ તુરંત જ નવા સમયપત્રક મુજબ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જરૂરી તાલીમ અને આયોજનની રૂપરેખા પણ તે મુજબ તૈયાર કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં હાઉસિંગની ગણતરી
જ્યારે પણ વસ્તી ગણતરી શરૂ થશે, ત્યારે તેના પ્રથમ તબક્કા દરમિયાન ખાસ કરીને હાઉસિંગ લિસ્ટિંગ (Housing Listing) ની ગણતરી કરવામાં આવશે. જેમાં મકાનોની સંખ્યા, પ્રકાર અને માળખાકીય સુવિધાઓની નોંધણી કરવામાં આવશે. આ હાઉસિંગ ગણતરી પૂર્ણ થયા બાદ જ વ્યક્તિગત વસ્તી ગણતરીના બીજા તબક્કા તરફ આગળ વધવામાં આવશે.
આ પણ વાંચો: Unseasonal Rain Gujarat: ગુજરાતમાં અષાઢી માહોલ! વીજળીના કડાકા સાથે આ 4 જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ,ખેતીનું નખ્ખોદ

