Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Latest News : વિસનગરમાં કારમાં યુવતી અને તેની સગીર બહેન પર દુષ્કર્મ

Gujarat Latest News : વિસનગરમાં કારમાં યુવતી અને તેની સગીર બહેન પર દુષ્કર્મ

Gujarat First 6 days ago

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Live

જૂનાગઢ: ચોરવાડ-ગડુ રોડ પર કાર અકસ્માતમાં સગીરાનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

June 6, 2026 11:05 pm

જૂનાગઢના ચોરવાડ-ગડુ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વેરાવળ તરફથી આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને બાજુમાં આવેલા નાળિયેરીના બગીચામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા: જુનાડીસા ગ્રામ પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં યુવાનની ભૂખ હડતાળ યથાવત

June 6, 2026 10:33 pm

બનાસકાંઠાના જુનાડીસા ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે એક યુવાન દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ બીજા દિવસે પણ ચાલુ રહી છે. પંચાયત કચેરી સામે રાત્રિના સમયે પણ યુવાન પોતાની માંગણીઓ સાથે અડગ રહ્યો છે. આંદોલનકારીનો મુખ્ય આરોપ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગટર અને રોડ-રસ્તા જેવા વિકાસના કામોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટનો કાગળ પર જ ખર્ચ દર્શાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.યુવાને છેલ્લા 15 વર્ષના તમામ વિકાસ કાર્યોનો હિસાબ જાહેરમાં રજૂ કરવાની માંગ કરી છે. આટલા ગંભીર આક્ષેપો છતાં, સમગ્ર દિવસ દરમિયાન એક પણ જવાબદાર સરકારી અધિકારી હડતાળના સ્થળે ન ફરકતા સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. યુવાને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આમરણાંત ભૂખ હડતાળ ચાલુ રાખશે. કથિત ભ્રષ્ટાચારના આ આક્ષેપોને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિસનગર: યુવતી અને તેની સગીર બહેનને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ

June 6, 2026 10:33 pm

વિસનગરમાં એક યુવતી અને તેની સગીર બહેનને લાંબા સમયથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાલુસણાના રહેવાસી નવીન ચૌધરી નામના શખ્સે વર્ષ 2023થી 3 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન પીડિત બહેનોની અંગત પળોના ફોટા પાડી તે વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપી આ ધમકીના આધારે અવારનવાર કારમાં બંને બહેનો સાથે દુષ્કર્મ આચરતો હતો. અંતે આરોપીએ વોટ્સએપ ગ્રુપમાં બંને બહેનોના બિભત્સ ફોટા વાયરલ કરી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS, IT એક્ટ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવા માટે તપાસ તેજ કરી છે.

કચ્છ: અંજારના સિનુગ્રા ગામે સરકારી જમીન પરનું લાખોનું દબાણ દૂર કરાયું

June 6, 2026 10:30 pm

કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. દાઉદ ભચુભાઈ કક્કલના કબજામાંથી 125 ચો.મી. રહેણાંક અને 5059 ચો.મી. વાણિજ્યક બાંધકામ હટાવીને કુલ રૂ. 16,77,484ની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આરોપી પર ગેરકાયદેસર ખાણ-ખનીજ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

ગીર સોમનાથ: વેરાવળના ઉમરેઠી ગામે હિરણ નદીમાં 11 વર્ષનો કિશોર લાપતા

June 6, 2026 10:29 pm

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ઉમરેઠી ગામે હિરણ નદીમાં 11 વર્ષનો કિશોર લાપતા બનતા અરેરાટી વ્યાપી ગઈ છે. કિશોર નદીમાં ડૂબી ગયો છે કે કોઈ મગરે તેને ખેંચી લીધો છે, તે અંગે સ્થાનિકોમાં ચર્ચાઓ જાગી છે. ફાયર વિભાગ દ્વારા ઘટનાના પગલે તાત્કાલિક ધોરણે ચાર કલાક સુધી નદીમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, લાંબા સમયની જહેમત બાદ પણ કિશોરની કોઈ ભાળ મળી નથી. વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા હાલમાં પણ કિશોરને શોધવા માટેના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

નવસારી: નવનાથ આશ્રમ ખાતે નવનિર્મિત યાત્રી નિવાસ અને ભોજનશાળાનું લોકાર્પણ

June 6, 2026 10:28 pm

નવસારીમાં નવનાથ આશ્રમ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 'શ્રી આઈ ભવન' યાત્રી નિવાસનું લોકાર્પણ અને 'ગર્ભગીરી પ્રસાદાલય' ભોજનશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. સાથે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. આ નવા નિર્માણથી ભાવિકો અને યાત્રીઓને મોટી સુવિધા પ્રાપ્ત થશે.

જામનગર: દરિયાઈ સરહદે મરીન ટાસ્ક ફોર્સનું મેગા સર્ચ ઓપરેશન અને સઘન પેટ્રોલિંગ

June 6, 2026 9:47 pm

જામનગરની દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દેશની દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડોએ સિક્કા જેટી અને સોલ્ટ ગેટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ બોટોની તપાસ કરી હતી. સંભવિત દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવા માટે દરિયાકાંઠે કડક નાકાબંધી કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.

ગીર સોમનાથ: તાલાલામાં ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર ઝડપાયું

June 6, 2026 9:44 pm

ગીર સોમનાથના તાલાલા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતીની હેરાફેરી અટકાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેતી ભરેલું એક ડમ્પર પકડાયું હતું, જેને જોઈને ચાલકે રસ્તા પર જ રેતી ઠાલવીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તપાસમાં આ ડમ્પર દ્વારા ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. ખનીજ વિભાગે ડમ્પરને જપ્ત કરીને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

જામનગર: એક્ટિવા પર ખોટી નંબર પ્લેટ લગાવી રોફ જમાવનાર યુવક ઝડપાયો

June 6, 2026 8:49 pm

જામનગરમાં બોગસ નંબર પ્લેટ લગાવી ફરતા એક યુવકને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પૃથ્વી રમેશ નડિયાધારના એક્ટિવા પર બુલેટની 'GJ-10-EK-1111' નંબરની ફેન્સી અને ખોટી નંબર પ્લેટ લગાવેલી જોવા મળી હતી. આ શંકાસ્પદ એક્ટિવા CCTV કેમેરામાં કેદ થતા પોલીસ એલર્ટ થઈ હતી. તપાસ દરમિયાન એક્ટિવાની ડીકીમાંથી જ વાહનની અસલી નંબર પ્લેટ મળી આવી હતી. ખોટી નંબર પ્લેટ લગાવીને રોફ જમાવવા બદલ પોલીસે આરોપી પૃથ્વી રમેશ નડિયાધાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ: રાણપુરના અળવ ગામે યુવકની તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા

June 6, 2026 8:45 pm

બોટાદના રાણપુર તાલુકાના અળવ ગામે હર્ષ ચૌહાણ નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હર્ષ ચૌહાણ પર તીક્ષ્‍ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: એલિસબ્રિજમાં આવેલી હોટલ 'ટ્રેઝર ડાઇન'માં આગ, ફાયર વિભાગની કામગીરી ચાલુ

June 6, 2026 8:28 pm

અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી હોટલ 'ટ્રેઝર ડાઇન'માં આજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતા જ ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની 4 ગાડીઓ પહોંચી ગઈ છે. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હોટલના પરિસરમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

સુરત: વરાછા SBI બેંક લૂંટ કેસનો માસ્ટરમાઇન્ડ કુંદન ભગત ઝડપાયો

June 6, 2026 7:28 pm

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં મુખ્ય સૂત્રધાર કુંદન ભગતની પોલીસે ધરપકડ કરી છે. સુરત પોલીસ દ્વારા બિહારની પટના જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો મેળવવામાં આવ્યો છે. NIA કોર્ટની મંજૂરી બાદ સુરત પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આ આરોપી વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ અને NDPS સહિતના 8થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર રોકડ જ નહીં, પરંતુ બેંકમાંથી સોના-હીરા લૂંટવાનું પણ ષડયંત્ર રચ્યું હતું. સુરત પોલીસ હવે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે, જેથી લૂંટના આખા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે. અત્યાર સુધી આ કેસમાં મુખ્ય 3 આરોપીઓ સહિત કુલ 4ની ધરપકડ થઈ ચૂકી છે.

અંબાજી નજીકના રીંછડી ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

June 6, 2026 7:03 pm

બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 7, 8 અને 10 વર્ષના ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. ગામલોકોએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં આ તળાવમાં કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર કે કંપની દ્વારા કોઈ સૂચના બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી. તળાવમાં કામ દરમિયાન કરાયેલા ઊંડા ખાડાઓને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

જામનગર: વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે ત્રિવિધ મહોત્સવ

June 6, 2026 6:21 pm

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના ગૌરવશાળી કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 થી 21 જૂન સુધી ત્રિવિધ મહોત્સવ યોજાશે. આ ઉજવણીમાં 'પ્રગતિ પથ યાત્રા', 'જન કલ્યાણ શિબિર' અને 'સંકલ્પ સંમેલન' જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 8 થી 14 જૂન દરમિયાન બે તબક્કામાં યોજાનારી 'પ્રગતિ પથ યાત્રા'માં ખીજડીયા પક્ષી અભયારણ્ય, લાખોટા લેક, સીદસર ઉમિયાધામ અને ભુચર મોરી જેવા 13 મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 12 થી 20 જૂન સુધી તમામ વોર્ડ અને પંચાયત બેઠકો પર ખાસ 'જન કલ્યાણ શિબિરો' યોજાશે. આ શિબિરોમાં આયુષ્માન ભારત અને પી.એમ. સૂર્યઘર જેવી 15 મહત્વની સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

વડોદરા: ચોમાસાની તૈયારીઓ માટે પોલીસ અને વિવિધ વિભાગો વચ્ચે સંયુક્ત વર્કશોપ

June 6, 2026 6:20 pm

વડોદરામાં ચોમાસા દરમિયાન આવતી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે પ્રતાપનગર સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતે સંયુક્ત વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ સાથે NDRF, SDRF, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસામાં વરસાદી આપત્તિઓ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત કરવા અને કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોન્સૂન દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો.

બનાસકાંઠા: ડીસાના કંસારી ટોલનાકા પાસેથી 16 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું

June 6, 2026 6:20 pm

બનાસકાંઠાના ડીસા નજીક કંસારી ટોલનાકા પાસેથી SOG પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે જોગેશ ઠાકોર અને સાહિલ સોલંકી નામના બે ઈસમોની અટકાયત કરી છે. તેમની પાસેથી 16 ગ્રામ જેટલું શંકાસ્પદ MD ડ્રગ્સ મળી આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલુ છે.

પંચમહાલ: હાલોલમાં નોકરીના નામે 1.66 કરોડની છેતરપિંડી

June 6, 2026 6:08 pm

પંચમહાલના હાલોલમાં નોકરીના નામે લાખો રૂપિયા પડાવનાર ભરત પરમારની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પોતાની ઓળખ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના ડાયરેક્ટર તરીકે આપતો અને નોકરીના બોગસ કોલ લેટર આપી યુવાનો પાસેથી રૂપિયા પડાવતો હતો.તપાસમાં આરોપીએ 30 અરજદારો પાસેથી કુલ 1.66 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ: માંડવા ગામની ગ્રામસભામાં હોબાળો

June 6, 2026 6:01 pm

વલસાડ જિલ્લાના માંડવા ગામે યોજાયેલી ગ્રામસભામાં ક્વોરી અને ક્રશર પ્લાન્ટ બંધ કરવાના મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. ગ્રામજનો દ્વારા ગામમાં ચાલતા ક્વોરી અને ક્રશર પ્લાન્ટના વિરોધમાં સરપંચને રજૂઆત કરવામાં આવી હતી, જે દરમિયાન વાતાવરણ ગરમાયું હતું.આ રજૂઆતથી ઉશ્કેરાયેલા સરપંચે ગ્રામસભામાં જ અપશબ્દોનો પ્રયોગ કરતા સભામાં હોબાળો થયો હતો. સરપંચની આ ગેરવર્તણૂકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સરપંચની કાર્યપદ્ધતિ પર સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશ આનંદ થોરાતે આક્ષેપ કર્યો છે કે સરપંચે તેમની સાથે ગેરવર્તન કર્યું છે. સમગ્ર મામલે સરપંચ દ્વારા હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

કચ્છ: ભુજ તાલુકા પંચાયત કચેરીમાં બે જૂથ વચ્ચે મારામારી

June 6, 2026 5:59 pm

ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ગ્રામ પંચાયતની કચેરી બનાવવાના મામલે રજૂઆત કરવા આવેલા ભોજડા ગામના લોકો પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ભોજડા ગામના બે જૂથો વચ્ચે મનદુઃખના કારણે થયેલી આ મારામારીમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.મળતી માહિતી મુજબ, ભોજડા ગામના લોકો ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ અંગે રજૂઆત કરવા માટે તાલુકા પંચાયત કચેરીએ એકત્રિત થયા હતા. તે દરમિયાન અચાનક બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે તાલુકા પંચાયત કચેરીમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

અમદાવાદ: આશારામ આશ્રમ નજીક ડિમોલિશન

June 6, 2026 5:58 pm

અમદાવાદના આશારામ આશ્રમ નજીક આવેલા શિવનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે પણ દબાણકારો છે તેમને મનપા દ્વારા અગાઉ ગેરકાયદે બાંધકામ અંગેની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દબાણકારો દ્વારા આ બાંધકામ દૂર કરવામાં ન આવતા, મનપાએ કાયદેસરની કાર્યવાહી કરીને હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. શિવનગર વિસ્તારમાં આ ડિમોલિશનની પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદ: વસ્ત્રાલમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર

June 6, 2026 5:56 pm

અમદાવાદના વસ્ત્રાલ ખાતે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ સિસ્ટમ કાર્યરત થતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

Gemini said નવસારી: પૂર્ણા નદીમાં ડૂબેલા 35 વર્ષીય યુવાનનો ફાયર બ્રિગેડે આબાદ બચાવ કર્યો

June 6, 2026 5:56 pm

નવસારીના ધારાગીરી પાસે આવેલી પૂર્ણા નદીમાં આજે બપોરે એક 35 વર્ષીય યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. બપોરે 2:00 વાગ્યાની આસપાસ નવસારી ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.માહિતી મળતા જ ફાયર બ્રિગેડના 5 જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. નદીની વચ્ચે આવેલા બ્રિજના પિલર (થાંભલા) વચ્ચે ફસાઈ ગયેલા વિકી ગામીત નામના યુવાનને ફાયર બ્રિગેડની ટીમે માત્ર 30 મિનિટના ટૂંકા ગાળામાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે પિલર પાસે ફસાઈ જવાને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે યુવાનનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

સુરત: અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર મોટો ભુવો પડતા વાહનચાલકોમાં ફફડાટ

June 6, 2026 5:54 pm

સુરતમાં રસ્તાઓ પર ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ વખતે અમરોલી અને કતારગામને જોડતા તાપી બ્રિજ પર મોટો ભુવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ બ્રિજ પરથી દરરોજ હજ્જારો વાહનો અવરજવર કરે છે, ત્યારે અચાનક પડેલા આ ભુવાને કારણે વાહનચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે.સ્થિતિની ગંભીરતાને નજરઅંદાજ કરી પાલિકા તંત્ર દ્વારા માત્ર બેરીકેડ મૂકીને સંતોષ માનવામાં આવ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. હજુ તો ચોમાસાની શરૂઆત પહેલા જ રસ્તાઓનું આ હાલત છે, તો આગામી ચોમાસામાં સુરતની સ્થિતિ કેટલી કફોડી થશે તે જોવું રહ્યું.

વડોદરા: ડેસરના મુવાડા ગામેથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

June 6, 2026 5:53 pm

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મુવાડા ગામેથી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકની ઓળખ ધર્મેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે, જે ગત બે દિવસથી ગુમ હતો.મૃતદેહ મળી આવતાની સાથે જ ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. યુવકનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: ACBની મોટી કાર્યવાહી

June 6, 2026 5:40 pm

સુરત ACBએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરીને પાલિકાના તત્કાલીન આસિસ્ટન્ટ ઇજનેર રસિક મગન પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં તપાસ પૂર્ણ થતાં ACB દ્વારા નિવૃત્ત અધિકારી રસિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે, રસિક પટેલ જ્યારે વર્ષ 2011થી 2020 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા, તે સમયગાળા દરમિયાન તેમણે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ મિલકત એકત્રિત કરી હતી. ACBની તપાસમાં તેમની કુલ આવક સામે 68.98 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે તેમની કુલ આવકના 70.13 ટકાથી પણ વધુ છે. આ ગંભીર ભ્રષ્ટાચારના મામલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

નવસારી: ધારાગીરી ગામે બે બાળકોના શંકાસ્પદ મોત મામલે હત્યાનો ગંભીર આરોપ

June 6, 2026 5:37 pm

નવસારી: ધારાગીરી ગામે બે બાળકોના શંકાસ્પદ મોત મામલે હત્યાનો ગંભીર આરોપ, પૂર્વ પતિએ કરી ન્યાયની માંગનવસારી શહેરના ધારાગીરી ગામે ત્રણ દિવસ પહેલા કારમાં બેહોશ હાલતમાં મળી આવેલા કૈરવ અને અભિમન્યુ નામના બે બાળકોના મોત મામલે સનસનીખેજ વળાંક આવ્યો છે. મૃતક બાળકોના પિતા શૈલેષ જોગીએ પોતાની પૂર્વ પત્ની તેજલ અને તેના પ્રેમી વસીમ શેખ પર બાળકોની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.શૈલેષ જોગીએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પૂર્વ પત્ની તેજલ અને તેના પ્રેમી વસીમ શેખ દ્વારા આયોજનબદ્ધ રીતે તેમના બંને બાળકોની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે ધારાગીરી ગામમાં ચકચાર મચી ગઈ છે. શૈલેષ જોગીએ પોલીસ તંત્રને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તટસ્થ તપાસ હાથ ધરવા વિનંતી કરી છે.

અમદાવાદ: આશારામ આશ્રમ નજીક ડિમોલિશન

June 6, 2026 5:18 pm

સુરત: ACBની મોટી કાર્યવાહી

June 6, 2026 5:00 pm

સુરત ACBએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરીને પાલિકાના તત્કાલીન આસિસ્ટન્ટ ઇજનેર રસિક મગન પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં તપાસ પૂર્ણ થતાં ACB દ્વારા નિવૃત્ત અધિકારી રસિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે, રસિક પટેલ જ્યારે વર્ષ 2011થી 2020 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા, તે સમયગાળા દરમિયાન તેમણે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ મિલકત એકત્રિત કરી હતી. ACBની તપાસમાં તેમની કુલ આવક સામે 68.98 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે તેમની કુલ આવકના 70.13 ટકાથી પણ વધુ છે. આ ગંભીર ભ્રષ્ટાચારના મામલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

કચ્છ: રાપરના સેલારી ગામના સરપંચ મહેશભાઈ ચૌધરી ફરી સસ્પેન્ડ

June 6, 2026 4:59 pm

કચ્છના રાપર તાલુકાના સેલારી ગામના સરપંચ મહેશભાઈ ચૌધરીને બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ઉત્સવ ગૌતમે આ અંગેનો હુકમ કર્યો છે. આ કાર્યવાહી રૂ. 3.47 કરોડના કથિત આર્થિક કૌભાંડના મામલામાં કરવામાં આવી છે.મહત્વનું છે કે, વર્ષ 2022માં મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં સરપંચ સામે IPCની કલમ 420, 406, 467 અને 468 સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધાઈ હતી. આ અગાઉ વર્ષ 2022માં પણ તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.DDO દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં ફરિયાદ પરત ખેંચાઈ હોવાની સરપંચની દલીલોને ફગાવી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી મુજબ, જ્યાં સુધી તેમની સામેનો ફોજદારી કેસનો અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી આ સસ્પેન્શન અમલમાં રહેશે. આ ઘટનાને પગલે સેલારી ગ્રામ પંચાયત અને રાપરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

વલસાડમાં નવો બનાવેલો રોડ ગણતરીના કલાકોમાં ઓગળ્યો

June 6, 2026 4:24 pm

વલસાડના અંબામાતા વિસ્તારમાં નવો બનાવેલો રોડ માત્ર 12 કલાકમાં જ પીગળી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે બનાવવામાં આવેલો આ રોડ બીજા દિવસે બપોરના સમયે તાપમાનમાં વધારો થતા ઓગળવા લાગ્યો હતો. માત્ર 33 ડિગ્રી તાપમાનમાં જ રોડની આવી દશા થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવતી વખતે માત્ર વચ્ચેના ભાગે જ ડામર પાથરવામાં આવ્યો હતો અને બંને બાજુઓ ખુલ્લી રાખવામાં આવી હતી. આ નબળી ગુણવત્તાના કામને પગલે સ્થાનિકોએ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા વહીવટી તંત્ર પાસે રોડ ફરીથી તાત્કાલિક ધોરણે બનાવવા માટે માંગ કરી છે.

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં આવતીકાલે 6 કલાકનો વીજ કાપ

June 6, 2026 3:55 pm

પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ લાઇનની જાળવણી અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે રવિવારે ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં 6 કલાક વીજ પુરવઠો બંધ રહેશે.સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજળીનો પુરવઠો ખોરવાશે. આ કામગીરીને પગલે જડેશ્વર, સ્ટેશન રોડ, બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર, ધોરીવાવ, કચોરીયા વાડી અને બજાણા રોડ સહિતના પેટા વિભાગના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો તાત્કાલિક ફરી શરૂ કરી દેવામાં આવશે.

ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરનું મોટું નિવેદન

June 6, 2026 3:54 pm

રાજ્યમાં ઠાકોર સમાજની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ કરતા પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો વિવિધ સમુદાયોની અવગણના કરી રહ્યા છે અને રાજ્યસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પણ પક્ષપાત કરવામાં આવ્યો છે.નવઘણજી ઠાકોરે આક્ષેપ કર્યો કે સંગઠન, સરકારી નિમણૂકો અને સરકારી તંત્રમાં સમાજને અન્યાય થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, "ધીમે ધીમે મોટા સમાજોને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે." રાજ્યસભાની ચૂંટણીના સંદર્ભમાં તેમણે માંગ કરી છે કે, "સોમવારે ફોર્મ ભરવાના છે, તો 4માંથી 1 પ્રતિનિધિ અમારો આપો." સાથે જ તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો સમાજને યોગ્ય ન્યાય નહીં મળે, તો 2027ની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પરિણામ ભોગવવા પડશે. તેમણે રાજકીય પક્ષોને સમાજમાં યોગ્ય સંતુલન જાળવી રાખવા અપીલ કરી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધિન પ્રોજેક્ટ્સની સાઇટ વિઝીટ કરી

June 6, 2026 2:51 pm

સાબરમતી રીવરફ્રન્ટ ફેઝ 4 થી 6 નું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. નર્મદા કેનાલ સાઇફનથી ચિલોડા બ્રિજ સુધીના 17.20 કિલોમીટરના બાંધકામનું નિરિક્ષણ કર્યું. ગાંધીનગર નજીક લેકાવાડા માં 100 એકર જમીનમાં બની રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની કામગીરી નિહાળી. અધિકારીઓને મુખ્યમંત્રીએ કામો સમયબદ્ધ ધોરણે પૂરા કરવા માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોર અને સંબંધિત વિભાગોના સચિવો મુખ્યમંત્રી સાથે સાઈડ વિઝીટમાં જોડાયા.

અમદાવાદ ખાતે AAPની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઇ

June 6, 2026 2:41 pm

પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. સહ પ્રભારી દુર્ગેશ પાઠક, વિનય મિશ્રા, દિનેશ મોહનિયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતા બેઠકમાં હાજર. AAPના સંગઠનની મજબૂત અને આગળની રણનીતિ મુદ્દે કરી ચર્ચા. ગુજરાતના પ્રભારી ગોપાલ રાય અને ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓને આપ્યું માર્ગદર્શન.

નૈઋત્યનું ચોમાસું મેંગ્લોર સુધી પહોંચ્યું

June 6, 2026 2:31 pm

અમદાવાદ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આજે વરસાદની આગાહી. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદર નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી તો અમદાવાદમાં રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. સીનોપ્ટિક સિસ્ટમમાં સાયકલોનિક સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી. ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસવાની શક્યતા.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

June 6, 2026 2:24 pm

આગમી દિવસોમાં ગરમીમાં વધારો થશે. 8 જૂનના રોજ દરિયામાં પવનો ફુકાશે. પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ન આવવા કારણે ગરમી વધશે. ઉતર ગુજરાત,મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 42-43 ડીગ્રી તાપમાન રહેશે. ચોમાસું પૂર્વ આકરી ગરમી પડશે. દરિયા કિનારા અને દ્વારકા ભાગોમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. જામનગર ભાગોમાં 35-36 ડીગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારત A ટીમ

June 6, 2026 1:48 pm

ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ મ્હાત્રે, દેવદત્ત પડિકલ, રુતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, સરંશ જૈન, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, એન જગદીસન, અમન મોખાડે, રાસ ઠાકુર, અંશુલ કંબોજ.

એશિયન ગેમ્સની ટીમ

June 6, 2026 1:48 pm

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને બી.

15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

June 6, 2026 1:48 pm

વધુમાં, 15 વર્ષીય સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીને પણ ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે, જે ભારતીય ટીમ માટે પસંદગી પામેલો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ માટે T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા, રવિ બિશ્નોવી અને સુરેશ સુર્યા છે.

Team India Selection : ભારતીય T20 ટીમમાં મોટો ફેરફાર, નવા કેપ્ટન સાથે નવી શરૂઆત

June 6, 2026 1:48 pm

શ્રેયસ ઐયરની T20I કેપ્ટન તરીકે નિમણૂંક કરવામાં આવી છે, વૈભવ સૂર્યવંશીનું પણ નામ છે તો BCCI એ 3 ટીમોની જાહેરાત કરી છે. આજે પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં BCCI મુખ્યાલયમાં થઈ હતી, જેમાં ભારતના આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે અને શ્રીલંકામાં ભારત A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમને T20 ફોર્મેટ માટે નવા કેપ્ટન મળ્યા છે. ભારતીય ક્રિકેટના સંચાલક મંડળોએ દિવસોથી ચાલી રહેલી અટકળો અને અફવાઓને આખરે સમર્થન આપ્યું છે. શ્રેયસ ઐયરને ભારતીય T20 ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તિલક વર્માને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પાટણ: રાધનપુરમાં પાલિકાના કર્મચારીનો સંપમાંથી મૃતદેહ મળતા ચકચાર, રહસ્યમય મોતની તપાસ શરૂ

June 6, 2026 1:20 pm

પાટણના રાધનપુરમાં ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં નગરપાલિકાના એક રોજમદાર કર્મચારીનો મૃતદેહ પીવાના પાણીના સંપમાંથી મળી આવ્યો છે. રવિધામ વિસ્તારને પાણી પૂરું પાડતા સંપમાંથી કલ્પેશ મકવાણા નામના યુવકનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડ્યો છે. યુવકનું મોત કેવી રીતે થયું તે અંગેનું કારણ હાલ અકબંધ છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: મોંઘવારી અને પેપર લીક મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, દેત્રોજ મામલતદારને અપાયું આવેદનપત્ર

June 6, 2026 1:20 pm

અમદાવાદના દેત્રોજમાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું . પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત ભાવવધારા અને વારંવાર થતા પેપર લીક કાંડ સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું.

અમદાવાદ: શિવનગરમાં ડિમોલિશન સામે હોબાળો, વિરોધમાં મહિલાએ ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો

June 6, 2026 1:12 pm

અમદાવાદના શિવનગરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન તંગદિલી સર્જાઈ છે. મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલી એક મહિલાએ અચાનક ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો છે. મહિલાનું પગલું જોઈ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના આસારામ આશ્રમ પાસે મેગા ડિમોલિશન

June 6, 2026 12:28 pm

ડિમોલિશન પહેલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. ડિમોલિશનનો વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત, બબાલ વચ્ચે પણ શરૂ કરવામાં આવી ડિમોલિશનની કામગીરી. 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી, હાઇકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરાઇ.

પુનઃમૂલ્યાંકન માટે અરજીઓ 7 જૂન સુધી કરી શકાશે

June 6, 2026 12:11 pm

જો કે, CBSE એ જણાવ્યું છે કે બધા હુમલા સમયસર અટકાવવામાં આવ્યા હતા અને કોઈ ડેટા લીક કે સિસ્ટમ સાથે ચેડા થયા ન હતા. જે વિદ્યાર્થીઓએ 20 થી 25 મે દરમિયાન તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવા માટે અરજી કરી હતી તેઓ 7 જૂન સુધી CBSE પરિણામ પછીના પોર્ટલ દ્વારા પ્રશ્નવાર વાંધા સબમિટ કરી શકે છે. અહેવાલો અનુસાર, 4 જૂન સુધીમાં, CBSE ને કુલ 70,433 અરજીઓ મળી હતી, જેમાંથી 7,314 ગુણની ચકાસણી માટે અને 63,119 પુનઃમૂલ્યાંકન માટે હતી.

નિષ્ણાંતોની ચાર સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી

June 6, 2026 12:10 pm

આ બાબતમાં CBSE ને મદદ કરવા માટે IIT કાનપુર અને IIT મદ્રાસના નિષ્ણાતોની ચાર સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમમાં સાયબર સુરક્ષા, કમ્પ્યુટર સિસ્ટમ્સ અને પરીક્ષા પ્રક્રિયાના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિર્દેશ પર આ સંસ્થાઓને ટેકનિકલ સહાય માટે રોકવામાં આવી હતી.દરમિયાન, CBSE એ તેના પરિણામ પછીના સેવાઓના પોર્ટલ પર સાયબર હુમલા અંગે દિલ્હી પોલીસમાં ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં પોર્ટલ પર અનેક સંકલિત સાયબર હુમલા કરવામાં આવ્યા હતા, જેનો હેતુ સેવાઓમાં વિક્ષેપ પાડવા અને અનધિકૃત એક્સેસ મેળવવાનો હતો.

CBSE નો મોટો નિર્ણય, સાયબર હુમલાઓ બાદ OnMark પોર્ટલ બંધ કરાયું

June 6, 2026 12:10 pm

સુરક્ષાની ચિંતાને કારણે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ની ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન માટે Coempt Edu Teck ના OnMark પ્લેટફોર્મને દૂર કરી દીધું છે અને વિદ્યાર્થી અને પરીક્ષાના ડેટાને બોર્ડ દ્વારા સીધા નિયંત્રિત માળખામાં ખસેડયું છે. CBSE બોર્ડે ધોરણ 12 ની ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અંગે એક મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર, બોર્ડે Coempt Edu Teck ના OnMark પ્લેટફોર્મને પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાંથી દૂર કરી દીધું છે. હવે, વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન CBSE ના પોતાના પોર્ટલ દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા આવતા અઠવાડિયે શરૂ થવાની સંભાવના છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખાણ-ખનિજ વિભાગનો મોટો સપાટો

June 6, 2026 11:52 am

પાસ-પરમિટ વિના રેતીનું પરિવહન કરતી 3 ટ્રકો ઝડપાઈ. હાઇવે પર આવતી ટ્રકને ખાણ ખનીજે ચેકીંગ દરમિયાન ઝડપી પાડી. ચેકીંગ કરતા ગેરકાયદેસર રેતી ભરેલી હોવાનું સામે આવ્યું. મુદામાલમાં પાસ પરમીટ ન હોવાને કારણે ટ્રક સાથે રેતીનો માલ ખાણ ખનીજે કબ્જે લીધો. અંદાજે ત્રણ ટ્રક અને રેતી મળીને કુલ રૂ.80 લાખનો મુદામાલ જપ્ત.

કલોલ તાલુકાના જેઠલદ ગામમાં લવજેહાદનો મામલો

June 6, 2026 11:35 am

વિધર્મી યુવક તેમજ હિદું યુવતીને સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે લઈ અવાયા. મોટી સંખ્યામાં જેઠલજ ગામના તેમજ હિંદુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સાંતેજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હિંદું યુવતીના માતા પિતા દ્વારા 2 જુન ના રોજ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજો અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં તંગદિલી મોહોલ સર્જાયો હતો.

સાબરકાંઠા જિલ્લા પોલીસમાં અધિકારીઓના બદલીઓ કરાઈ

June 6, 2026 11:21 am

sp 10 દિવસની રજાઓ પરથી પરત ફરતાં જ બદલીઓના આદેશ કરાયા, 02 પીઆઈ અને 10 પીએસઆઈની બદલીઓના આદેશ કરાયા. ચિઠોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈના સ્થાને પીએસઆઈ મુકીને ઈન્ચાર્જ નિમાયા. વડાલી, ઈડર, હિંમતનગર, ગાંભોઈ, ટ્રાફિક પીએસઆઈની બદલીઓ કરાઈ. લીવ રિઝર્વ પીઆઈને સાયબર ક્રાઇમ અને હિંમતનગરમાં એટેચ તરીકે મૂક્યા.

Salangpur : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેરીઓનો દિવ્ય અન્નકૂટ અને આકર્ષક હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર

June 6, 2026 11:20 am

અધિક જેઠ માસ' (પુરુષોત્તમ માસ) શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજન હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા કેરીઓનો દિવ્ય અન્નકૂટ અને આકર્ષક હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને જય કષ્ટભંજન દેવના નારાઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

વડોદરામાં અપહરણ અને લૂંટના ગુનાના ભાગેડુ આરોપીનું હાર્ટઅટેકથી મોત

June 6, 2026 11:00 am

ભાગેડુ આરોપી આકાશ થાપાનું મોત. સન ફાર્મા રોડ પર યુવકનું અપહરણ કરી ઢોર માર મારી નગ્ન વિડિયો બનાવ્યો હતો. યુવકની ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. આકાશ થાપા સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આકાશ થાપા મિત્રના ઘરે હતો ત્યારે ગભરામણ થતા ગોત્રી હોસ્પિટલ લઈ જવાયો હતો, ગોત્રી હોસ્પિટલના તબીબોએ આકાશ થાપાને મૃત જાહેર કર્યો.

કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં 6.64 મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો થઈ શકે છે

June 6, 2026 10:36 am

બ્રાઝિલ સાથે સરખામણી કરતા કહ્યું કે, જ્યાં 80 ટકાથી વધુ હળવા વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી પર ચાલે છે, પુરીએ કહ્યું કે ભારત પાયલોટ પ્રોજેક્ટ્સથી આગળ વધીને વ્યવસ્થિત રાષ્ટ્રીય ફ્લેક્સ-ફ્યુઅલ ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઇથેનોલ-બ્લેન્ડેડ ઇંધણ અંગેની ચિંતાઓને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો, એમ કહીને કે E85 ખાસ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે છે અને E20 રાષ્ટ્રીય માનક ઇંધણ બન્યું ત્યારથી, ઇથેનોલ મિશ્રણને કારણે એન્જિનને નુકસાન થવાની કોઈ ઘટના નોંધાઈ નથી. મંત્રીએ રાજ્ય સરકારોને E85 ઇંધણ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે અનુકૂળ કર નીતિઓ પ્રદાન કરીને આ સંક્રમણને ટેકો આપવા અપીલ કરી. તેમણે ભારતની ઊર્જા આત્મનિર્ભરતા તરફની યાત્રામાં ઇથેનોલને એક મહત્વપૂર્ણ ઘટક ગણાવ્યું. પુરીએ કહ્યું કે દરેક લિટર ઇથેનોલ આયાતી અશ્મિભૂત ઇંધણને બદલે છે. "E85 નું દરેક ટીપું આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે.

રૂ.1.84 લાખ કરોડથી વધુની બચત

June 6, 2026 10:35 am

તેમણે કહ્યું કે સરકારે E85 ની કિંમત પરંપરાગત પેટ્રોલ કરતાં લગભગ રૂ.20 પ્રતિ લિટર ઓછી રાખી છે જેથી ખાતરી કરી શકાય કે સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલના ફાયદા સીધા ગ્રાહકો સુધી પહોંચે. મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ દરને 2014માં 1.53 ટકાથી વધારીને હવે 20 ટકા કર્યો છે, જે નિર્ધારિત સમય કરતા પાંચ વર્ષ વહેલા લક્ષ્‍યાંક પ્રાપ્ત કરે છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમથી વિદેશી હૂંડિયામણમાં રૂ.1.84 લાખ કરોડથી વધુની બચત થઈ છે અને ક્રૂડ ઓઇલની આયાતમાં આશરે 30.02 મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો થયો છે.

આ ઇંધણ દેશભરના 48 જાહેર ક્ષેત્રના પેટ્રોલ પંપ પર વેચવામાં આવશે

June 6, 2026 10:35 am

તેમણે કહ્યું કે સરકાર ડિસેમ્બર 2026 સુધીમાં 500 પેટ્રોલ પંપ અને ડિસેમ્બર 2027 સુધીમાં લગભગ 5,000 પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. E85 ઇંધણમાં 80-85 ટકા ઇથેનોલ અને 14-19 ટકા પેટ્રોલ હોય છે. જો કે, તેનો ઉપયોગ ફક્ત ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકે છે જે E20 થી E100 સુધીના ઇંધણ મિશ્રણ પર ચાલી શકે છે. તે એક અદ્યતન એન્જિન કંટ્રોલ યુનિટ (ECU) થી સજ્જ છે જે પેટ્રોલમાં ઇથેનોલની વિવિધ માત્રાને અનુકૂલિત કરી શકે છે. પુરીએ જણાવ્યું હતું કે E85 ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી 2030-31 સુધીમાં ભારતમાં એકંદર ઇથેનોલ મિશ્રણ સ્તરને આશરે 26 ટકા સુધી વધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

ઇથેનોલ ક્રાંતિ તરફ ભારતનું મોટું પગલું, E85 ફ્યુઅલ લોન્ચ

June 6, 2026 10:34 am

Flex Fuel : E85 ઇંધણમાં 80-85 ટકા ઇથેનોલ અને 14-19 ટકા પેટ્રોલ હોય છે. જો કે, તેનો ઉપયોગ ફક્ત ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકે છે જે E20 થી E100 સુધીના વિવિધ ઇંધણ મિશ્રણો પર ચાલી શકે છે. તેમાં એક અદ્યતન એન્જિન કંટ્રોલ યુનિટ (ECU) છે જે પેટ્રોલમાં ઇથેનોલની વિવિધ સાંદ્રતાને અનુકૂલિત થઈ શકે છે. સરકારે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે ઉચ્ચ-ઇથેનોલ મિશ્રણ ધરાવતું ઇંધણ E85 રજૂ કર્યું છે, જે નિયમિત પેટ્રોલ કરતાં રૂ.20 પ્રતિ લિટર ડિસ્કાઉન્ટ પર છે. આ ઇંધણ શરૂઆતમાં પસંદગીના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ થશે અને તેનો ઉપયોગ ફક્ત ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનથી સજ્જ વાહનોમાં જ થઈ શકશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર E85 ઇંધણનું અનાવરણ કર્યું.

સુરતના કામરેજ તાલુકામાં બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબ્યો

June 6, 2026 10:13 am

કામરેજના હળધરુ ગામે સૌરાષ્ટ વાસી પરિવાર નાહવા ગયો હતો. આ દરમિયાન માતાની નજરની સામે 8 વર્ષીય બાળક સ્વીમીંગ પુલ ના ઊંડા પાણીમાં ડૂબી ગયો. બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો. મૃતક બાળકનું નામ ધર્મ તળાવિયા હોવાનું જાણવા મળ્યું. કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

કચ્છ ભુજની જી.કે. અને મેન્ટલ હોસ્પિટલમાં રૂ.1.76 કરોડના ગેરવહીવટનો મામલો સામે આવ્યો

June 6, 2026 9:42 am

ખોટા ખાતા ખોલાવી સરકારી યોજનાના નાણાં ચાંઉ કરવાની ફરિયાદ નોંધાઈ. બે કર્મચારી સહિતના જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી. વર્ષ 2011થી 2021 દરમિયાન ગેરરીતિ આચરાયાની શંકા વ્યક્ત કરાઈ. સરકારી નાણાંનો દુરુપયોગ કરી ખોટા બિલ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ. આંતરિક ઓડિટ દરમિયાન નાણાકીય ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી.તપાસમાં ઓનલાઈન પેમેન્ટ અને બેંક ખાતાની વિગતો પણ ચકાસવામાં આવી. ઓડિટ રિપોર્ટના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું જણાવાયું. ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ આસારામ આશ્રમ નજીક AMCનું ડિમોલિશન

June 6, 2026 9:19 am

આસારામ આશ્રમ નજીક શિવનગરમાં દબાણ હટાવાશે. 10 વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. પશ્ચિમ ઝોન એસ્ટેટ દ્વારા કરશે ડિમોલિશન. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ શરૂ. ઇન્દિરા આવાસ યોજના હેઠળ 40 વર્ષ પહેલા પ્લોટોની ફાળવણી કરાઈ હતી. 37 સનદધારકોને અપાયા હતા પ્લોટ. હાલ 7 પરિવારો દ્વારા મકાન ખાલી કરી દેવામાં આવ્યા અનેક સનદધારકોને ફાળવેલા 50 વારના પ્લોટ સામે 100થી 150 વાર સુધી બાંધકામ કર્યું.

રાજકોટ મનપા સતાધીશો દ્વારા મોટો નિર્ણય

June 6, 2026 9:12 am

રાજકોટ મનપા ડીઝલ ખરીદી હવે રિટેલ માંથી કરવામાં આવશે. મનપા અત્યાર સુધી IOCL પાસેથી 137 રૂપિયા ખરીદી કરતુ. રિટેલ માર્કેટ માં હાલ 97 રૂપિયા ચાલી રહ્યો છે. રાજકોટ મનપા એક મહિને 39 લાખ રૂપિયા નો ફાયદો થશે. રાજકોટ મનપા અત્યાર સુધી ઊંચા ભાવે ડીઝલ ખરીદી કેમ કરતુ તે પણ મોટો સવાલ ઉત્પન થઈ રહ્યો છે. રાજકોટ મનપા દરોજ 4.45 લાખ રૂપિયા ડીઝલ જરૂરિયાદ સમયે હવે 3.20 લાખ રૂપિયા ખર્ચ થશે.

અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલ સંચાલકોએ વિગતો છુપાવી વર્ગ મંજૂરી મેળવી

June 6, 2026 8:50 am

વર્ષ 2016માં ધોરણ 10 નાં પરિણામ ખોટું બતાવી શિક્ષણ વિભાગ પાસેથી ધોરણ 11 અને 12 ના વર્ગની મંજૂરી લીધી. નિયમ પ્રમાણે 50% થી વધારે પરિણામ હોય તો જ વર્ગની મંજૂરી આપવામાં આવતી હોય છે. જોકે આદર્શ સ્કૂલે પરિણામ ની વિગતો ખોટી દર્શાવી મંજૂરી મેળવી હોવાની હકીકત સામે આવી. શિક્ષણ વિભાગના બાબત ધ્યાને આવતાં થશે કાર્યવાહી.

જવાહરલાલ નહેરુએ ત્રણ વિદેશી સંસદોને સંબોધિત કર્યા હતા

June 6, 2026 8:40 am

ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે પીએમ મોદીએ યુએસ કોંગ્રેસથી લઈને ઇઝરાયલી સંસદ નેસેટ સુધી સંબોધન કર્યું છે. પાર્ટીના મતે, આ સિદ્ધિ દર્શાવે છે કે ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બન્યો છે. આંકડા મુજબ, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વિદેશી સંસદોને સંબોધિત કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ ચાર, મનમોહન સિંહે સાત, જ્યારે રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ બે-બે સંબોધન કર્યા હતા. 2014 માં ચાર દેશોની સંસદોને સંબોધન વડાપ્રધાન બન્યાના થોડા સમય પછી, નરેન્દ્રભાઈ મોદીએ 2014 માં ઓસ્ટ્રેલિયા, ફીજી, નેપાળ અને ભૂટાનની સંસદોને સંબોધિત કર્યા.

PM Modi ની વૈશ્વિક સફરની અનોખી કહાની, 99 વિદેશ પ્રવાસ અને 19 સંસદોને સંબોધન

June 6, 2026 8:40 am

PM Modi ના નામે 2014 થી 2026 દરમિયાન 19 વિદેશી સંસદોને સંબોધિત કરવાનો રેકોર્ડ છે. આ પહેલા મનમોહન સિંહે સાત, ઈન્દિરા ગાંધીએ ચાર અને જવાહરલાલ નેહરુએ ત્રણ વાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોની સંસદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. PM Modi એ 2014 થી 2026 દરમિયાન વિશ્વના વિવિધ દેશોની 19 સંસદોને સંબોધિત કર્યા છે. આ કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા બનાવેલ સૌથી વધુ રેકોર્ડ છે. ભાજપે શુક્રવારે કહ્યું કે, પીએમ મોદીએ કોઈપણ અગાઉના ભારતીય વડાપ્રધાન કરતાં વધુ વિદેશી સંસદોને સંબોધિત કર્યા છે. પાર્ટીએ આને ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ, રાજદ્વારી પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પુરાવો ગણાવ્યો.

હિટ એન્ડ રનનો કાયદો શું છે?

June 6, 2026 8:16 am

અકસ્માત સર્જીને વાહન ચાલક અટક્યા વિના કે પોલીસને જાણ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જાય તે ગેરકાયદેસર ગુનાહિત કૃત્યને 'હિટ એન્ડ રન' કહેવાય છે. નવા કાયદા હેઠળ, જો કોઈ ડ્રાઈવર અકસ્માતની જાણ પોલીસને ન કરે અને ભાગી જાય તો 10 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. જો અકસ્માત કરનાર ડ્રાઈવર ઘટનાસ્થળે પીડિતને મદદ કરે અને નજીકના પોલીસ સ્ટેશનને તુરંત જાણ કરે, તો તેમની સજામાં નોંધપાત્ર ઘટાડો (મહત્તમ 5 વર્ષ) થઈ શકે છે.

પાલનપુરના એસબીપુરા પાટીયા પાસે ગંભીર અકસ્માત

June 6, 2026 8:15 am

અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે અને પિતા-પુત્ર રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથધરી હતી. અકસ્માતમાં પુત્રને ઇજા પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પુત્રની ફરિયાદના આધારે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે.

અજાણ્યા વાહનચાલકે સર્જયો અકસ્માત, પિતાનું મોત અને પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ

June 6, 2026 8:15 am

Palanpur ના એસબીપુરા પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહને રીક્ષાના ચાલકને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જી ફરાર થયો હતો, આ ઘટનામાં પિતાનું મોત થયું છે તો પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર

June 6, 2026 7:52 am

આ ભારે વિરોધ અને વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, વિરોધ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન શું વળાંક લે છે.

ત્રણ વર્ષ પહેલા પણ કથાનું આયોજન કરાયું હતુ

June 6, 2026 7:52 am

બાબાએ વધુમાં કહ્યું કે, બાબાએ વધુમાં કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા જ્યારે આવ્યો હતો ત્યારે બે દિવસ સંતસંગ કરવાનો સમય મળ્યો હતો આ વખતે ત્રણ દિવસ સંતસંગ કરીશું. મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિદુંઓનો વિરોધ કરવા જાય એવી મારી અપીલ છે. સામાજિક જાગૃતિના મુદ્દે પરષોત્તમ પીપળીયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ અરજી કરી છે. તેમણે કહ્યું કે, અમને બાબાની હનુમંત કથા સામે વિરોધ નથી પરંતુ, અમને તેઓ જે "દિવ્ય દરબાર'ના નામે કથિત અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તે રોકવા માટે અરજી કરી છે તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી છે.

Rajkot માં બાબા બાગેશ્વરની કથા શરૂ, વિરોધ વચ્ચે લોકોની પાંખી હાજરી બની ચર્ચાનો વિષય

June 6, 2026 7:52 am

Rajkot ના રેસકોર્ષના ગ્રાઉન્ડ ખાતે હનુમંત કથાનું આયોજન કરાયું છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી કથા સંભળાવી રહ્યાં છે. વિરોધ વચ્ચે કથામાં પાંખી હાજરી જોવા મળી રહી છે અને રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ચાલી રહી છે. કથાના આયોજન પહેલાં વિરોધના શૂર ઉઠ્યા હતા.

SC વિદ્યાર્થીઓ માટે રાજ્યના અનુસૂચિત જન જાતિ કલ્યાણ વિભાગનો આદેશ

June 6, 2026 7:32 am

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિમાં ફ્રીશીપ કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પાસે ફી માંગણી ન કરવા આદેશ. કેટલીક કોલેજો ફ્રીશીપ કાર્ડ ધારકો પાસે ફીની ઉઘારાણી કરતાં હોવાનું ધ્યાને આવ્યું. શિષ્યવૃતિ સંદર્ભે ફ્રીશીપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાંથી મુક્તિ હોય છે.

ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલાયા

June 6, 2026 7:13 am

વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે, ભારતે બાંગ્લાદેશને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા 2860થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની નાગરિકતા ચકાસવા કહ્યું છે. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને આસામ જેવા સરહદી રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકારોએ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરકારોની સમસ્યાનો સામનો કરવાને પ્રાથમિકતા આપી છે અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને બાંગ્લાદેશ પાછા મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે (જેને "પુશબેક" તરીકે ઓળખવામાં આવે છે).

બાંગ્લાદેશી નાગરિકો પર કડક વલણ

June 6, 2026 7:13 am

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અને અન્ય વિદેશીઓ સાથેના વ્યવહાર અંગે, જયસ્વાલે સ્પષ્ટતા કરી કે ભારતમાં કાયદા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સમજાવ્યું કે દેશનિકાલ માટે દ્વિપક્ષીય વ્યવસ્થા છે, જે હેઠળ ભારત આવા કેસોને નાગરિકતા ચકાસણી માટે બાંગ્લાદેશી પક્ષને મોકલે છે. દેશનિકાલ પ્રક્રિયા પુષ્ટિ પછી જ શરૂ થાય છે. જયસ્વાલે કહ્યું કે, બાંગ્લાદેશી પક્ષ પાસે હજુ પણ ઘણી અરજીઓ પેન્ડિંગ છે, અને ભારતને આશા છે કે આ અરજીઓ ટૂંક સમયમાં પ્રક્રિયા કરવામાં આવશે જેથી દેશનિકાલ પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે.

અત્યાર સુધીમાં 1076 ભારતીય નાગરિકોને અમેરિકાથી પાછા મોકલાયા

June 6, 2026 7:13 am

અમેરિકાથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર જયસ્વાલે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 1076 ભારતીય નાગરિકોને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 3567 હતી. તેમણે કહ્યું કે સ્થળાંતર અને ગતિશીલતા અંગે બંને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા અને કાયદાકીય સ્થળાંતર પર કોઈ નકારાત્મક અસર ન થાય તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

MEA એ અમેરિકન ડિપોર્ટેશનથી લઈને રશિયા સુધીના કર્યા મોટા ખુલાસા, બાંગ્લાદેશ મુદ્દે પણ સ્પષ્ટતા

June 6, 2026 7:13 am

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પત્રકાર પરિષદમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને લઈ જણાવ્યું કે આ વર્ષે 1076 ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. જયસ્વાલે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ પર ભારતના કડક વલણનો પર પણ ચર્ચા કરી હતી.

અમદાવાદમાં હોટલો પર ફાયર વિભાગની તવાઈ

June 6, 2026 6:55 am

દિલ્હી અગ્નિકાંડ બાદ અમદાવાદમાં હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ. ફાયર સેફ્ટીની ખામીઓ બદલ 37 હોટલોને નોટિસ ફટકારાઈ. સાઉથ ઝોનમાં સૌથી વધુ 12 હોટલો સામે કાર્યવાહી. સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટમાં 6 અને નોર્થ-વેસ્ટમાં 5 નોટિસ. ફાયર ફાઈટિંગ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને NOCની તપાસ. હોટલ સંચાલકોને તાત્કાલિક સુધારા કરવા સૂચના. શહેરભરમાં ફાયર સેફ્ટી ચેકિંગ અભિયાન વધુ સઘન બનશે. અન્ય કોમર્શિયલ એકમોમાં પણ ફાયર સેફ્ટી ઓડિટ શરૂ.

દાહોદના ગરબાડામાં DJ કોમ્પિટિશનમાં પડ્યો ભંગ

June 6, 2026 6:54 am

ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતી DJની રેસ પોલીસે અટકાવી. ગરબાડા પોલીસે ઘટનાસ્થળેથી 3 DJ ડિટેઇન કર્યા. PSI રાદડિયાની ટીમ કડક મૂડમાં, સંચાલકો સામે કાર્યવાહી. મંજૂરી વિના જાહેર ગ્રાઉન્ડમાં DJ વગાડવું ભારે પડ્યું.

હળવદના ચરાડવા પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત

June 6, 2026 6:54 am

કારમાં સવાર 7 લોકોમાંથી 3 લોકોના મોત નીપજ્યા. ચાર ગંભીર ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે ખસેડાયા. મોતનો આંકડો હજુ વધવાની શક્યતા.

અમદાવાદ આસારામ આશ્રમ નજીક AMCનું ડિમોલિશન

June 6, 2026 6:53 am

પશ્ચિમ ઝોન એસ્ટેટ દ્વારા કરાશે ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી . ઇન્દિરા આવાસ યોજના હેઠળ 40 વર્ષ પહેલા પ્લોટોની ફાળવણી કરાઈ હતી. 37 સનદધારકોને અપાયા હતા પ્લોટ. હાલ 7 પરિવારો દ્વારા મકાન ખાલી કરી દેવામાં આવ્યા. અનેક સનદધારકોને ફાળવેલા 50 વારના પ્લોટ સામે 100થી 150 વાર સુધી બાંધકામ કર્યું. 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી. કાર્યવાહી હાઈકોર્ટના આદેશ અનુસાર હાથ ધરાશે. 37 સનદધારકો અને તેમની સાથે રહેતા અલગ કુટુંબોને પુનર્વસનનો લાભ આપશે.

અમદાવાદના આશ્રમ રોડ પર અકસ્માતની ઘટના

June 6, 2026 6:52 am

આશ્રમ રોડ એચ કે કોલેજ પાસે સવારે અકસ્માતની ઘટના. 2 બાઇક અને લોડીંગ ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એક ઇજાગ્રસ્ત અને અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First