Dailyhunt
ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં હાહાકાર, પેટ્રોલ-ડીઝલ માટે નહીં, આ વસ્તુની કમીથી તડપશે દેશ

ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં હાહાકાર, પેટ્રોલ-ડીઝલ માટે નહીં, આ વસ્તુની કમીથી તડપશે દેશ

Gujarat First 2 weeks ago
  • Pakistan પર મંડરાતું જળ સંકટ, ભારતનો કડક નિર્ણય!
  • આતંકવાદ સામે ભારતનું કડક વલણ, સિંધુ જળ કરાર રદ કરવા સંકેત
  • પાકિસ્તાનની જીવનરેખા ગણાતી સિંધુ નદીનું પાણી રોકાવાની ભીતિ
  • અલ-નીનોની અસરથી વરસાદમાં ઘટાડો, પાક.માં દુષ્કાળ જેવી સ્થિતિ
  • ખેતી અને પીવાના પાણી માટે પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે મોટું સંકટ
  • ભારત પાસે સરપ્લસ પાણી રહેવાની શક્યતા, ખેતીમાં થશે મોટો ફાયદો

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પ્રત્યેની પોતાની વ્યૂહરચનામાં મોટો અને નિર્ણાયક ફેરફાર કર્યો છે. દાયકાઓ જૂના સિંધુ જળ કરાર (Indus Water Treaty) ને ઠંડે બસ્તે નાખવાના ભારતના સંકેતોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. સિંધુ નદી તંત્ર (Indus River System) પાકિસ્તાન માટે જીવનરેખા સમાન છે, અને જો આ પાણીના પ્રવાહમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની સીધી અસર પાડોશી દેશના અર્થતંત્ર અને અસ્તિત્વ પર પડી શકે છે.

Pakistan માં ગંભીર જળ સંકટ!

1960માં વિશ્વ બેંકની મધ્યસ્થતામાં થયેલા આ કરાર મુજબ ભારત પૂર્વી નદીઓ (રાવી, બિયાસ અને સતલજ) ના ઉપયોગનો અધિકાર ધરાવે છે, જ્યારે પશ્ચિમી નદીઓ (સિંધુ, જેલમ અને ચેનાબ) નું મોટાભાગનું પાણી પાકિસ્તાનને મળતું રહ્યું છે. જોકે, આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે હવે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની કવાયત તેજ કરી છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનની 80 ટકા ખેતી આ નદી તંત્ર પર નિર્ભર છે. પંજાબ અને સિંધ પ્રાંત, જે દેશના અનાજ ભંડાર ગણાય છે, ત્યાં જો પાણીની અછત સર્જાય તો ઘઉં, ચોખા અને કપાસ જેવા મુખ્ય પાકોનો નાશ થઈ શકે છે, જે આખરે ગંભીર ખાદ્ય સંકટ (Food Crisis) નોતરી શકે છે.

જળ-સંકટગ્રસ્ત દેશોની યાદીમાં મોખરે

આ સ્થિતિ ત્યારે વધુ જટિલ બની રહી છે જ્યારે આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓએ આ વર્ષે અલ-નીનો (El Nino) ના પ્રભાવના કારણે દક્ષિણ એશિયામાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની આગાહી કરી છે. પાકિસ્તાન પહેલેથી જ જળ-સંકટગ્રસ્ત દેશોની યાદીમાં મોખરે છે, ત્યારે ભારતનો આ વ્યૂહાત્મક નિર્ણય અને કુદરતી પ્રકોપ બંને મળીને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી શકે છે. બીજી તરફ, ભારતે પોતાની આંતરિક સુરક્ષા અને જળ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેમ અને વોટર સ્ટોરેજ પર કામ શરૂ કર્યું છે, જે તેને દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ સુરક્ષિત રાખશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First