Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરના Bedeshwar માં ધોળા દિવસે ભારે તોડફોડ, ટેન્કર ચાલકે મચાવ્યો રૂઆબ! પોલીસ એક્શનમાં

જામનગરના Bedeshwar માં ધોળા દિવસે ભારે તોડફોડ, ટેન્કર ચાલકે મચાવ્યો રૂઆબ! પોલીસ એક્શનમાં

Gujarat First 3 weeks ago

જામનગરના Bedeshwar માં સામાન્ય બોલાચાલીમાં પાણીના ટેન્કર ચાલકે મચાવી ભારે તોડફોડ'જોઈને વાહન ચલાવ' તેમ કહેતા જ ઉશ્કેરાયેલા 'સદામડા ચોર' અને 'અજલા' એ યુવકોને ધોકા-પાટુનો માર માર્યો
ઉશ્કેરાયેલા ટેન્કર ચાલકે રિવર્સમાં ટેન્કર ભટકાવી મોંઘીદાટ કાર અને જુપીટર બાઈક કચડી નાખી
તોડફોડમાં કાર અને મોટરસાયકલ મળીને અંદાજે રૂ. 35,000 નું ભારે નુકસાન

જામ સીટી બી ડિવિઝન પોલીસે હુમલો કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Bedeshwar Road Rage: જામનગર (Jamnagar) ના બેડેશ્વર (Bedeshwar) વિસ્તારમાં એક સામાન્ય બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક પાણીના ટેન્કરના ચાલકને સ્થાનિક યુવકોએ માત્ર એટલું જ કહ્યું હતું કે ‘જોઈને વાહન ચલાવ’. આ સાંભળતા જ ટેન્કર ચાલક અને તેનો સાથીદાર અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાં હાજર યુવકો પર હિંસક હુમલો કરી દીધો હતો.

‘સદામડા ચોર’ અને ‘અજલા’ એ યુવકોને ધોકા-પાટુથી ફટકાર્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહન સરખું ચલાવવાની સલાહ આપતા જ ઉશ્કેરાયેલા ‘સદામડા ચોર’ (Sadamda Chor) અને ‘અજલા’ (Ajla) નામના બે શખ્સોએ પિત્તો ગુમાવ્યો હતો. તેઓએ ત્યાં હાજર યુવકો સાથે પહેલાં ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લાકડીના ધોકા તેમજ લાતો-મુક્કા વડે બેરહેમીપૂર્વક માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ અણધાર્યા હુમલાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

ગુસ્સામાં ટેન્કર રિવર્સ લઈ વાહનો કચડ્યા: અંદાજે ₹35,000 નું નુકસાન

યુવકોને માર માર્યા બાદ પણ આ શખ્સોનો ગુસ્સો શાંત થયો ન હતો. ટેન્કર ચાલકે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના કબ્જામાં રહેલું ભારેભરખમ પાણીનું ટેન્કર પૂરપાટ ઝડપે રિવર્સમાં લીધું હતું. તેણે રસ્તા પર પાર્ક કરેલી એક મોંઘીદાટ કાર અને જુપીટર (Jupiter) બાઈક પર ટેન્કર ચઢાવી દીધું હતું. ટેન્કરની ટક્કર એટલી જોરદાર હતી કે કાર અને મોટરસાયકલનો કુરચો બોલી ગયો હતો. આ તોડફોડની ઘટનામાં બંને વાહનોને મળીને અંદાજે રૂ. 35,000 નું ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

જામ સીટી બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામ સીટી બી ડિવિઝન પોલીસ (Jam City B Division Police Station) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ભોગ બનનાર યુવકોની ફરિયાદના આધારે હુમલો કરનાર અને તોડફોડ મચાવનાર બંને આરોપીઓ ‘સદામડા ચોર’ અને ‘અજલા’ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First