Dailyhunt
Kanpur : પત્રકારત્વના ઓઠા હેઠળ ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ, રોહિત વર્મા અંગે અનેક ખુલાસા

Kanpur : પત્રકારત્વના ઓઠા હેઠળ ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ, રોહિત વર્મા અંગે અનેક ખુલાસા

Gujarat First 1 week ago
  • Kanpur સેક્સ રેકેટ: રોહિત વર્માના મોબાઈલમાંથી 19 હોટલોનું લિસ્ટ મળ્યું!
  • પત્રકાર બની ફરતા રોહિત વર્માના પોલીસ સાથેના વીડિયો વાયરલ
  • નોકરીના બહાને મહિલાઓને સેક્સ રેકેટમાં ધકેલવાનું મોટું ષડયંત્ર
  • પોલીસની ટોપી પહેરી રિલ બનાવનાર આરોપીના નેટવર્કની તપાસ તેજ
  • લિંક મળતા જ એક દરોગાને તાત્કાલિક અસરથી કરાયા લાઈન હાજર
  • 19 હોટલોમાં ચાલતી ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર અને દરોડા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં (Kanpur) સામે આવેલા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ [Sex Racket] કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોતાની જાતને યુટ્યુબ પર પત્રકાર [Journalist] તરીકે ઓળખાવતો મુખ્ય આરોપી રોહિત વર્મા [Rohit Verma] હાલ જેલના સળિયા પાછળ છે, પરંતુ તેના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી મળેલા પુરાવાઓએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. આ કેસ હવે માત્ર દેહવ્યાપાર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તેમાં પોલીસની સંડોવણી અને દબંગાઈના અનેક પાસાઓ સામે આવ્યા છે.

Kanpur : ષડયંત્રનો પર્દાફાશ અને મહિલાની ફરિયાદ

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કોલકાતા [Kolkata] ની એક પીડિત મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેને સન્માનજનક નોકરી આપવાના બહાને કાનપુર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને સેક્સ રેકેટમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે મહિલાના નિવેદનને આધારે રોહિત વર્માની ધરપકડ કરી હતી. જોકે, તપાસ દરમિયાન તેના સ્માર્ટફોનમાંથી શહેરની 19 પ્રતિષ્ઠિત હોટલોની યાદી [Hotel List] મળી આવી છે, જ્યાં આ ગોરખધંધો ચાલતો હોવાની આશંકા છે.

વાયરલ વીડિયો અને ખાખી સાથેની સાંઠગાંઠ

રોહિત વર્માની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેની દબંગાઈના અનેક વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં તે પોલીસની ટોપી પહેરીને બિન્દાસ્ત ગાડી ચલાવતા રિલ બનાવતો જોવા મળે છે, જે દર્શાવે છે કે તેને કાયદાનો કોઈ જ ભય નહોતો. અન્ય એક વીડિયોમાં તે પોલીસકર્મીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે અને ત્યાં સબ ઈસપેક્ટર [Sub-Inspector] નિતિન યાદવને તાત્કાલિક અસરથી લાઈન હાજર કરવામાં આવ્યા છે.

ડિજિટલ તપાસ અને નેટવર્કની ઊંડી કડીઓ

પોલીસ કમિશનર રઘુવીર લાલના માર્ગદર્શન હેઠળ રચાયેલી સ્પેશિયલ ટીમ [Special Team] હવે આ તમામ વીડિયોની ડિજિટલ ફોરેન્સિક તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા ‘સફેદપોશ’ લોકો સામેલ છે. આરોપી જે હોટલોના સંપર્કમાં હતો, ત્યાંના રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First