Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) ને લઈ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ (BJP) દ્વારા પ્રચારની કમાન ખુદ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ સંભાળી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક ડખા અને રાજીનામાના દોરને કારણે ચૂંટણી પહેલા જ અનેક બેઠકો પર કેસરીયો લહેરાયો છે.
Live
ડેડીયાપાડામાં આપને મોટો ઝટકો: વિનેશકુમાર વસાવા ભાજપમાં જોડાયા
April 14, 2026 4:29 pm
નર્મદા (Narmada) જિલ્લાના ડેડીયાપાડા (Dediapada) અને સાગબારા (Sagbara) માં આમ આદમી પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. 'આપ' ના દિગ્ગજ નેતા વિનેશકુમાર વસાવા (Vineshkumar Vasava) એ પોતાના અસંખ્ય સમર્થકો સાથે કેસરીયો ધારણ કરી લીધો છે. વિનેશકુમારે પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "પાર્ટીએ મારી સાથે દગો કર્યો છે. પ્રથમ લિસ્ટમાં મારું નામ હોવા છતાં છેલ્લી ઘડીએ મેન્ડેટ (Mandate) બીજા ઉમેદવારને આપી દેવામાં આવ્યો." આ પક્ષપલટાથી આદિવાસી બેલ્ટમાં 'આપ' ના સમીકરણો બગડી શકે છે.
વડોદરા અને સુરતમાં ભાજપ સામે સ્થાનિકો અને કાર્યકરોનો રોષ
April 14, 2026 4:29 pm
વડોદરા (Vadodara) ના વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ (Shweta Chauhan) સામે સ્થાનિક મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે તેઓ માત્ર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) છે અને જમીની સ્તરના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. મતદારોએ તેમને વિસ્તારમાં પ્રચાર માટે ન આવવા ચેતવણી પણ આપી છે. બીજી તરફ, સુરત (Surat) ની કામરેજ (Kamrej) બેઠક પર ભાજપે ગીર ગઢડા (Gir Gadhda) ના આયાતી ઉમેદવાર ભરત સામળા (Bharat Samla) ને ટિકિટ આપતા આદિવાસી સમાજમાં ભારે નારાજગી છે. સ્થાનિક હોદ્દેદારોએ ચીમકી આપી છે કે જો આવતીકાલે ફોર્મ પરત ખેંચવામાં નહીં આવે, તો સામૂહિક રાજીનામા આપવામાં આવશે.
ખંભાળિયામાં ભાજપનું શક્તિપ્રદર્શન: કોંગ્રેસ પર આકરા પ્રહાર
April 14, 2026 4:28 pm
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) ના ખંભાળિયા (Khambhalia) માં ભાજપે વિજય સંકલ્પ સભા યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) ની હાજરીમાં યોજાયેલી આ સભામાં મોટી મેદની ઉમટી હતી. જગદીશભાઈએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ગુંડારાજ, ટેન્કર રાજ અને કર્ફ્યુ (Curfew) ની બોલબાલા હતી. કોંગ્રેસે હંમેશા ગુજરાતનું અપમાન કર્યું છે.
અમદાવાદના ઇસનપુરમાં ગજરાજ સાથે શાહી પ્રચાર
April 14, 2026 4:28 pm
અમદાવાદ (Ahmedabad) ના ઇસનપુર (Isanpur) વોર્ડમાં ભાજપે પ્રચારની અનોખી શૈલી અપનાવી છે. ઉમેદવારો વૈશાલી પટેલ (Vaishali Patel), વિંકલ વ્યાસ (Vinkal Vyas), જીગર બારૈયા (Jigar Baraiya) અને મૌલિક પટેલે (Maulik Patel) હાથી-ઘોડાની શાહી સવારી સાથે જનસંપર્ક કર્યો હતો. ગજરાજ (Elephant) ને મેદાનમાં ઉતારીને કરવામાં આવેલો આ પ્રચાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અમિત ચાવડાના ગંભીર આક્ષેપો
April 14, 2026 4:27 pm
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) ભાજપ અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે કલોલ (Kalol), તારાપુર (Tarapur) અને સુરતમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચ (Election Commission) ને રજૂઆત કરશે.
કોંગ્રેસમાં કેસરીસિંહનું આગમન
April 14, 2026 4:27 pm
દરમિયાન, માતર (Matar) ના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ (Kesarisinh) ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે અમૂલ (Amul) ડેરીના વહીવટમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા કહ્યું કે, ચેરમેન પશુપાલકોના પૈસા ખોટી રીતે મેળવી રહ્યા છે. તેમણે માતરની તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજકોટમાં ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
April 14, 2026 4:27 pm
રાજકોટ (Rajkot) માં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાના 40 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે (Secret Location) ખસેડ્યા છે. 'આપ' નો આક્ષેપ છે કે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોને લોભ-લાલચ અને ડર બતાવીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થયા બાદ જ આ ઉમેદવારો સામે આવશે.
ભાજપના ઉમેદવારોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પી પ્રચારના કર્યા શ્રીગણેશ
April 14, 2026 2:23 pm
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો (Local Body Elections) માહોલ ગરમાયો છે. ખાસ કરીને અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાની કવાયત તેજ કરી દીધી છે. આજે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ (Dr. B.R. Ambedkar Jayanti) નિમિત્તે અમદાવાદના વિવિધ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત કરી હતી.
ભાજપ દ્વારા રોડ-શો અને પદયાત્રા દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ
April 14, 2026 2:22 pm
સરસપુર-રખિયાલ (Saraspur-Rakhiyal) વોર્ડમાં ભાજપે આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અહીં ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો ભારતી વાણીયા (Bharti Vaniya), ચંદ્રિકા પટેલ (Chandrika Patel), ચિરાગ ઠાકોર (Chirag Thakor) અને રાજકુમાર રાજપુત (Rajkumar Rajput) સાથે સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવા (Dinesh Kushwaha) પણ જોડાયા હતા. ઉમેદવારોએ મતદારોના ઘરે-ઘરે જઈને લોકસંપર્ક વધાર્યો છે અને ખાસ કરીને એજન્ટ સંપર્ક રાઉન્ડનું આયોજન કરીને સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ગોમતીપુર (Gomtipur) અને ઠક્કરબાપા નગર (Thakkarbapa Nagar) વોર્ડમાં પણ ભાજપ દ્વારા રોડ-શો અને પદયાત્રા દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો સોસાયટીઓમાં ફરીને ડ્રેનેજ, રોડ, પેવર બ્લોક અને મેડિકલ સુવિધાઓ જેવા વિકાસકામોના આધારે મતો માંગી રહ્યા છે. ખાસ કરીને આવનારા સમયમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરવાની ખાતરી સાથે ભાજપના ચારેય ઉમેદવારોએ પોતાની જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના સીક્રેટ લોકેશન પર હેમાલીબેન બોઘાવાલાના આકરા પ્રહાર
April 14, 2026 2:22 pm
કોંગ્રેસ (Congress) દ્વારા પોતાના ઉમેદવારોને તોડજોડની બીકે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા હેમાલીબેન બોઘાવાલાએ (Hemaliben Boghawala) જણાવ્યું હતું કે, કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી. તેમણે ઉમેર્યું કે, 'ભાજપને કોઈને ખરીદવાની જરૂર નથી, જનતા વિકાસ જોઈને અમારી સાથે છે.' તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ યોગ્ય ઉમેદવારો પણ ઉભા રાખી શકી નથી અને હારના ડરથી હવે નાટક કરી રહી છે.
બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો: જીગ્નેશ મેવાણી સામે બળવો
April 14, 2026 1:37 pm
બનાસકાંઠા (Banaskantha) કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) સામે પક્ષમાં જ વિરોધનો સૂર ઉઠ્યો છે. પૂર્વ ધારાસભ્ય દિનેશ પરમારે (Dinesh Parmar) મેવાણી પર 'સરમુખત્યારશાહી'ના ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે મેવાણીએ કાર્યકરોને અન્યાય કરીને પોતાના ડ્રાઈવર અને પટાવાળાને ટિકિટો વહેંચી છે. અનુસૂચિત જાતિના લોકોમાં આ બાબતે ભારે રોષ છે અને દિનેશ પરમારે ચીમકી આપી છે કે કોંગ્રેસની હાર માટે મેવાણી જવાબદાર રહેશે. આ લડાઈ હવે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી છે.
પોરબંદર અને વડોદરા: ક્યાંક ડેમેજ કંટ્રોલ તો ક્યાંક આંતરિક ડખા
April 14, 2026 1:37 pm
પોરબંદર (Porbandar) માં પણ કોંગ્રેસે પોતાના 32 ઉમેદવારોને ભાજપના ડરથી અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. બીજી તરફ, વડોદરા (Vadodara) કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભયંકર આંતરિક ડખા સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો સોના દેસાઈ (Sona Desai) અને પુષ્પા વાઘેલા (Pushpa Vaghela) પક્ષના સત્તાવાર ઉમેદવારોને બદલે બળવાખોર અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ (Harish Patel) સાથે પ્રચારમાં જોવા મળતા રાજકીય ચર્ચાઓ જાગી છે. જોકે, વડોદરામાં ભાજપ માટે આનંદના સમાચાર એ છે કે નગર નાગરિક બેંકની ચૂંટણીમાં (Nagar Nagarik Bank Election) ભાજપની પેનલના તમામ 14 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જેની ઉજવણી મોડી રાત્રે આતશબાજી સાથે કરવામાં આવી હતી.
મહેસાણામાં AAP અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ
April 14, 2026 1:34 pm
મહેસાણા (Mehsana) ચૂંટણી અધિકારીની કચેરીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. AAP ઉમેદવારનું ફોર્મ રદ થતા ધારાસભ્ય મુકેશ પટેલ (Mukesh Patel) અને જયદીપસિંહ ચાવડા (Jaydeepsinh Chavda) સામસામે આવી ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ડાંગના નિશાણા ગામનો ચૂંટણી બહિષ્કાર: રોડ નહીં, તો વોટ નહીં
April 14, 2026 1:34 pm
ચૂંટણીના ધમધમાટ વચ્ચે ડાંગ (Dang) જિલ્લાના છેવાડાના નિશાણા (Nishana) ગામના લોકોએ પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારનો (Election Boycott) નિર્ણય લીધો છે. સુબીર (Subir) તાલુકાના આ ગામમાં 'નળ સે જલ' યોજના માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો પાકા રસ્તા અને પાણીની સુવિધા નહીં મળે તો તેઓ આગામી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.
ખેડા જિલ્લામાં પણ ઉમેદવારો ગાયબ!
April 14, 2026 1:08 pm
નડિયાદ (Nadiad) માં પણ કોંગ્રેસ પક્ષે (Congress Party) તોડજોડ અને સામ-દામ-દંડ-ભેદની નીતિથી બચવા માટે પોતાના 50 માંથી 25 જેટલા ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે (Unknown Location) ખસેડી દીધા છે. હાઈકમાન્ડના સીધા આદેશ બાદ સરોજબેન મેકવાન, કલ્પેશ પ્રજાપતિ, અસ્મિતાબેન પ્રજાપતિ, રોબિન્સ મેકવાન, મનુભાઈ લોહાણા અને ઊર્મિલાબેન મેઘા સહિતના અડધોઅડધ ઉમેદવારોને શહેરની બહાર ગુપ્ત લોકેશન (Secret Location) પર મોકલી દેવામાં આવ્યા છે. વિરોધી પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ (Pressure) કરાય તેવી પ્રબળ આશંકા વચ્ચે નડિયાદ કોંગ્રેસે એલર્ટ મોડ (Alert Mode) પર આવીને આ માસ્ટરસ્ટ્રોક (Masterstroke) માર્યો છે, જેમાં હિતેશ મકવાણા, દીનાબેન રાજપુત, બિપીન પરમાર તેમજ નયનાબેન સોઢા, કામિનીબેન કંસારા અને અલ્પાબેન લખમાણી જેવા મજબૂત દાવેદારોને અંડરગ્રાઉન્ડ (Underground) કરીને ચૂંટણી જંગમાં પોતાની પકડ મજબૂત રાખવા મોટી રણનીતિ (Strategy) ઘડી છે. તો આ સાથે જ પોરબંદર મહાનગરપાલિકાના પણ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હોવાની માહિતી મળી છે.
અમદાવાદમાં અનેક બેઠકો બિનહરીફ
April 14, 2026 1:03 pm
અમદાવાદ જિલ્લા પંચાયત (Ahmedabad District Panchayat) ની ચૂંટણીમાં ભાજપે શાનદાર શરૂઆત કરી છે. જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કાસીન્દ્રા (Kasindra) બેઠક પરથી મધુબેન ઠાકોર (Madhuben Thakor) બિનહરીફ વિજેતા બન્યા છે. આ બેઠક પર વિરોધ પક્ષના 27 ઉમેદવારોના ફોર્મ રદ (Forms Rejected) થતા ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો. દસક્રોઈ (Daskroi) તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યાં 3 ઉમેદવારો બિનહરીફ થયા છે. ધામણતાણ (Dhamantan) બેઠક પરથી મહેન્દ્ર વાઘેલા (Mahendra Vaghela) બિનહરીફ. કાસીન્દ્રા (Kasindra) બેઠક પર મીનાબેન ઠાકોર (Minaben Thakor) બિનહરીફ. સિંગરવા 1 (Singarva 1) બેઠક પરથી નિશાબેન રબારી (Nishaben Rabari) બિનહરીફ થયા છે.
વિરમગામમાં ભાજપની એકતરફી આગેકૂચ
April 14, 2026 1:02 pm
વિરમગામ નગરપાલિકા (Viramgam Municipality) માં ભાજપે ક્લીન સ્વીપ તરફ પ્રયાણ કર્યું છે. અહીં 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 માં અશ્વિનભાઇ ઠાકોર (Ashwinbhai Thakor), વોર્ડ નંબર 6 માં હિતેષભાઇ મુનસરા (Hiteshbhai Munsara) અને વોર્ડ નંબર 8 માં આખેઆખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે.
સાણંદમાં AAP ને ફટકો: ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
April 14, 2026 1:02 pm
સાણંદ (Sanand) તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પીપળ (Pipal) અને કોલટ (Kolat) બેઠક પરથી AAP ના બે ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આ ઘટનાને પગલે આ બેઠકો પર પણ ભાજપની સ્થિતિ મજબૂત બની છે.
વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ
April 14, 2026 12:57 pm
વડોદરા (Vadodara) મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભયંકર આંતરિક ડખા (Internal Conflicts) સપાટી પર આવ્યા છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો પક્ષ સામે બળવો કરનાર અપક્ષ ઉમેદવાર સાથે પ્રચાર કરતા જોવા મળ્યા છે. સોના દેસાઇ (Sona Desai) અને પુષ્પા વાઘેલા (Pushpa Vaghela) એ અત્યારથી જ પેનલ તોડી બળવાખોર હરીશ પટેલ (Harish Patel) સાથે પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ, અમીબેન રાવત (Amiben Rawat) અને નિકુલ પટેલ (Nikul Patel) જેવા દિગ્ગજ ચહેરાઓ પ્રચારમાંથી ગાયબ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જનતાનો વિરોધ: કોંગ્રેસે પ્રવેશવું નહીં
April 14, 2026 12:57 pm
વોર્ડ નંબર 15 માં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. અહીં રણછોડ પાર્ક સોસાયટી (Ranchhod Park Society) ના રહીશોએ 'કોંગ્રેસે પ્રવેશવું નહીં' લખાણ સાથેના બેનરો લગાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિરોધ કોઈ વ્યક્તિ સામે નહીં પણ વિચારધારા (Ideology) સામે છે. લોકોમાં વિશ્વાસ છે કે માત્ર ભાજપ જ વિકાસ (Development) ના કાર્યો કરી શકે છે.
છોટાઉદેપુરમાં શૌચાલય મુદ્દે વિવાદ
April 14, 2026 12:56 pm
છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના કવાંટ (Kavant) માં નાખલ (Nakhal) બેઠક પર શૌચાલયના મુદ્દે ભાજપ અને AAP આમનેસામને આવી ગયા છે. ભાજપે આક્ષેપ કર્યો હતો કે AAP ના ઉમેદવારના ઘરે શૌચાલય (Toilet) નથી, તેથી તેમનું ફોર્મ રદ કરવું જોઈએ. જોકે, ચૂંટણી અધિકારી (Election Officer) એ સ્થળ તપાસ કરતા શૌચાલય મળી આવતા ફોર્મ માન્ય રાખ્યું હતું. ભાજપના આગેવાનોએ આ નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું છે કે બતાવેલું શૌચાલય રહેઠાણથી ઘણું દૂર છે.
કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત
April 14, 2026 12:56 pm
કોંગ્રેસ પક્ષ (Congress Party) દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) ને લેખિત રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના દબાણમાં તેમના ઉમેદવારોના ફોર્મ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવી રહ્યા છે. પક્ષનું ડેલિગેશન ગેરરીતિના આક્ષેપો સાથે આજે સાંજે ચૂંટણી પંચ (Election Commission) ની મુલાકાત લેશે.
ભાજપની 4 બેઠકો બિનહરીફ જાહેર
April 14, 2026 12:32 pm
એક તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારો બચાવી રહી છે, ત્યારે બીજી તરફ કલોલ (Kalol) માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં વોર્ડ 5, 7, 8 અને 10 ની બેઠકો બિનહરીફ (Unopposed) જાહેર થઈ છે. ધર્મેન્દ્ર પટેલ (Dharmendra Patel), ભગવતીબેન (Bhagwatiben), ફતેસિંહ ઠાકોર (Fatesinh Thakor) અને જયશ્રીબેન પટેલ (Jayshreeben Patel) વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે અન્ય પક્ષો સત્તાના જોરે તોડજોડનું રાજકારણ રમી રહ્યા છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
મોરબી અને કલોલમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જેવો ઘાટ
April 14, 2026 12:32 pm
મોરબી (Morbi) નગરપાલિકાના વોર્ડ 1, 11, 12 અને 13 ના 4 ઉમેદવારો તથા માળીયા (Maliya) પંચાયતના 3 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કલોલ (Kalol) પાલિકાના પણ 20થી વધુ ઉમેદવારોને ભાજપ (BJP) દ્વારા થનારી સંભવિત તોડજોડથી બચાવવા માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે.
રાજકોટ અને સુરતમાં ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
April 14, 2026 12:31 pm
રાજકોટ મનપા ચૂંટણી (Rajkot Corporation Election) માં કોંગ્રેસે નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા 45 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. બીજી તરફ, સુરતમાં પણ વિધાનસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) ના 40 જેટલા મજબૂત ઉમેદવારોને શહેરની બહાર કોઈ ખાનગી ફાર્મ હાઉસ (Farm House) પર લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઉમેદવારોને તેમના પરિવાર કે અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક ન કરવા સખત સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસનો સેફ ગેમ પ્લાન, ચૂંટણીમાં તોડજોડનો ડર
April 14, 2026 12:30 pm
ગુજરાતમાં આગામી મહાનગરપાલિકા (Municipal Corporation) અને પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને રાજકોટ (Rajkot), સુરત (Surat) કલોલ (Kalol) અને મોરબી (Morbi) જેવા શહેરોમાં કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા 'મિશન અજ્ઞાત' (Mission Unknown) શરૂ કરવામાં આવ્યું છે. પક્ષના હાઈકમાન્ડ (High Command) દ્વારા ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
લોકોનો રોષ: રોડ નહીં તો વોટ નહીં
April 14, 2026 11:11 am
એક તરફ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે સુરતના અડાજણ (Adajan), અમરોલી (Amroli) અને પાંડેસરા (Pandesara) જેવા વિસ્તારોમાં લોકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 28 ના આકાશ રો હાઉસ (Akash Row House) ના રહીશોએ રોડ-રસ્તાની પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર અને વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે, જે આગામી સમયમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ફોર્મની ચકાસણીમાં કોંગ્રેસના વાંધા: ભાવનગરમાં હજારો ફોર્મ રદ
April 14, 2026 11:11 am
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ફોર્મની ચકાસણી દરમિયાન મોટાપાયે વિસંગતતાઓ સામે આવી છે. કુલ 1752 ફોર્મમાંથી 611 ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. સૌથી વધુ ફટકો ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) માં પડ્યો છે, જ્યાં 274 ફોર્મ રદ થયા છે. કોંગ્રેસે આ પ્રક્રિયા સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને ચૂંટણી તંત્ર પર પક્ષપાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ડાંગ કોંગ્રેસમાં ભડકો: ટિકિટના સોદાના આક્ષેપ
April 14, 2026 11:09 am
ચૂંટણીના આ માહોલ વચ્ચે ડાંગ (Dang) કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વઘઈ (Waghai) અને સુબીર (Subir) તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે. તેઓએ કોંગ્રેસ પ્રભારી રાજેશ ગામીત (Rajesh Gamit) સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે ટિકિટ માટે નાણાંની માંગણી કરવામાં આવી છે. 25-25 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોની અવગણના કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ટિકિટ અપાઈ હોવાનો આક્ષેપ થતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.
તરસાડીમાં ભાજપનો દબદબો!
April 14, 2026 10:43 am
સુરત (Surat) ની તરસાડી (Tarsadi) નગરપાલિકામાં તો ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી છે. કુલ 28 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં વોર્ડ નંબર 1 માં લતાબેન પટેલ (Lataben Patel) અને વોર્ડ 2 માં અરુણાબેન વસાવા (Arunaben Vasava) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાણંદ (Sanand) માં પણ આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની સ્થિતિ મજબૂત બની છે.
વિરોધ પક્ષોના સૂપડા સાફ
April 14, 2026 10:42 am
ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે અનેક જગ્યાએ વિજયનો સ્વાદ ચાખી લીધો છે. પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) તાલુકા પંચાયતની છાણીયાથર (Chaniyathar) બેઠક પર ભાજપના ઉમેદવાર ભગીબેન હરેશભાઈ આહિર (Bhagiben Hareshbhai Ahir) બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર ભચીબેન ભોજાભાઈ આહિરે (Bhachiben Bhojabhai Ahir) છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચતા ભાજપનો ભગવો લહેરાયો છે.
હર્ષભાઇ સંઘવીએ સંભાળ્યો પ્રચારનો મોરચો
April 14, 2026 10:42 am
બીજી તરફ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Harshbhai Sanghavi) અમદાવાદ (Ahmedabad) માં પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ બાપુનગર (Bapunagar) અને ઇન્ડિયા કોલોની (India Colony) વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોની મુલાકાત લેશે. સૈજપુર બોઘા (Saijpur Bogha) માં આયોજિત વિકાસ સંકલ્પ કાર્યક્રમમાં પણ તેમની હાજરી પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવશે. જામનગર (Jamnagar) માં પ્રદેશ ભાજપના આગેવાન અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) પ્રચાર મેદાનમાં ઉતર્યા છે, જ્યાં તેઓ સામાજિક સંમેલનો અને જનસંપર્ક દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહેસાણામાં હુંકાર: વિકાસ સંકલ્પ સભાથી ગજવશે મેદાન
April 14, 2026 10:41 am
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendrabhai Patel) આજે મહેસાણા (Mehsana) જિલ્લાના પ્રવાસે છે. તેઓ સાંજે 5:30 કલાકે લીંચ (Linch) ગામે એક વિરાટ સભાને સંબોધિત કરશે. મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા (Radhanpur Char Rasta) પાસે 'વિકાસ સંકલ્પ સભા' (Vikas Sankalp Sabha) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પક્ષના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરી આગામી રણનીતિ ઘડશે.

