Hanuman Jayanti : મોડાસામાં આવેલા પ્રાચીન ભીડભંજન મંદિર ખાતે હનુમાન જયંતિ (Hanuman Jayanti) નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં ભારતના એકમાત્ર સુતેલા હનુમાનજી (Reclining Hanuman)ના દિવ્ય દર્શન માટે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાંડવકાળ (Pandava Era)થી જોડાયેલા આ ઐતિહાસિક મંદિરને વિશેષ શણગાર (Decoration) કરવામાં આવ્યો હતો અને દાદાને 56 ભોગનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

