ડાકોરમાં મૂર્તિ વેચીને રોજિંદું જીવન ચલાવતા એક સામાન્ય ફેરિયા ચિરાગ ભૈયા (Chirag Bhaiya) પર ઈન્કમટેક્સ વિભાગ (Income Tax Department) તરફથી કરોડોની નોટિસ (Notice) પહોંચતા ચોંકાવનારી પરિસ્થિતિ સર્જાઈ છે. ભાડાના મકાનમાં રહેતા આ ગરીબ વ્યક્તિને વર્ષ 2021-22 માટે આશરે 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખની આવક (Income) દર્શાવતી નોટિસ મોકલાઈ છે, જે મુજબ કુલ રકમ લગભગ 19 કરોડ 84 લાખ થાય છે.

