Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Navsari માં મહિલા બુટલેગરનો વીડિયો વાયરલ, મોપેડ પર દારૂ લઈ જતી ઝડપાઈ

Navsari માં મહિલા બુટલેગરનો વીડિયો વાયરલ, મોપેડ પર દારૂ લઈ જતી ઝડપાઈ

Gujarat First 1 week ago

Navsari viral video: નવસારી જિલ્લાના મરોલી-ઉભરાટ રોડ પર કથિત રીતે દારૂનો જથ્થો લઈ જતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ટીવીએસ મેસ્ટ્રો ગાડી પર શંકાસ્પદ વસ્તુ લઈ જઈ રહેલી મહિલાને ગામના કેટલાક યુવાનોએ રોકી પૂછપરછ કરતાં તેની પાસેથી દારૂ હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે.

શંકા જતા યુવાનોએ મહિલાને રોકી

મળતી માહિતી પ્રમાણે, મરોલી-ઉભરાટ રોડ પર એક મહિલા દારુ ભરેલા મોપેડ પર જઈ રહી હતી. ગામમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની ચર્ચાઓ વચ્ચે શંકાસ્પદ વસ્તુ લઈ જતી મહિલાને કેટલાક સ્થાનિક યુવાનોએ રોકી હતી. પૂછપરછ દરમિયાન મહિલા પાસે દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

મહિલાને રોકી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા દારૂનો જથ્થો લઈ જતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં મરોલી અને ઉભરાટ વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ગુનો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે મહિલા વિરુદ્ધ મરોલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહિલાની ધરપકડ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે, દારૂનો ચોક્કસ જથ્થો અને સમગ્ર ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

દારૂકાંડ બાદ ફરી દારૂનો મુદ્દો ચર્ચામાં

ભાવનગરના દારૂકાંડ બાદ ગુજરાતમાં દારૂબંધી અને ગેરકાયદે દારૂના વેચાણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એવામાં નવસારીમાં કથિત મહિલા બુટલેગરનો વીડિયો વાયરલ થતાં દારૂના ખુલ્લેઆમ થતા વેચાણ અંગે સવાલો ઉઠ્યા છે.

પોલીસ કામગીરી સામે પણ સવાલો

ગામના યુવાનો દ્વારા મહિલાને રસ્તા પર રોકીને દારૂ અંગે પૂછપરછ કરવામાં આવી હોવાના વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મરોલી પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મહિલાની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં આગળ વધી રહી છે.

ઃ Surat થી ગુમ થયેલી 4 બહેનોને પોલીસે શોધી કાઢી, જાણો ક્યાંથી મળી?

ઃ Bhavganar Duplicate Liquor Case: "કોઈ વકીલ આરોપીની વકીલાત નહીં કરે", ભાવનગર નકલી દારૂકાંડમાં બાર એસો.નો નિર્ણય

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First