Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal Flood : નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઈને MEAનું મોટું અપડેટ, 288 ભારતીયોનો સંપર્ક તૂટ્યો

Nepal Flood : નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઈને MEAનું મોટું અપડેટ, 288 ભારતીયોનો સંપર્ક તૂટ્યો

Gujarat First 1 week ago

Nepal Flood : નેપાળ-ચીન સરહદ (Nepal-China Border) નજીક આવેલા વિસ્તારોમાં અચાનક આવેલા વિનાશક પૂર (Flood) બાદ ભારતીય નાગરિકોની સ્થિતિને લઈને ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. ગુરુવારે MEAએ જણાવ્યું કે નેપાળમાં અસરગ્રસ્ત ભારતીયોને શોધવા અને તેમની સ્થિતિ જાણવા માટે ભારતીય સરકાર સતત નેપાળી અધિકારીઓના સંપર્કમાં છે.

MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરીને દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત (India) નેપાળના લોકો સાથે ઊભું છે અને ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવશે.

200 ભારતીયો ચીન તરફના સરહદી વિસ્તારમાં ફસાયા

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ 200 ભારતીય નાગરિકો ચીન તરફના સરહદી વિસ્તારમાં ફસાયેલા છે. જ્યારે 288 ભારતીય નાગરિકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. MEAએ જણાવ્યું કે ભારતીય નાગરિકોને શોધવા માટે નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંકલન (Coordination) કરવામાં આવી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી (Relief Material) પણ મોકલવામાં આવી છે.

ઈશા ફાઉન્ડેશનના લોકોનો પણ સંપર્ક નથી

MEAના જણાવ્યા પ્રમાણે, ઈશા ફાઉન્ડેશન ગ્રુપ (Isha Foundation Group) સાથે પણ હાલમાં સંપર્ક થઈ શક્યો નથી. અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી (Rescue and Relief Operation) માટે નેપાળી સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. 288 સંપર્કવિહોણા ભારતીયોમાં ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ (Trishuli-1 Power Project) પર કામ કરતા 73 લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમિલનાડુના 37 અને 49 નાગરિકોના 2 અલગ-અલગ ગ્રુપ પણ સંપર્ક બહાર છે. આ બંને ગ્રુપ સમ્રાટ (Samrat) અને ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ (Fly Everest Travels) મારફતે અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે ગયા હતા.

અનેક રાજ્યોના પ્રવાસીઓ પણ ગુમ

MEA અનુસાર, પશ્ચિમ બંગાળના 32 નાગરિકોનું એક ગ્રુપ પણ હજુ સંપર્કમાં આવ્યું નથી. આ ગ્રુપ સમ્રાટ ટ્રાવેલ્સની મદદથી રસુવા (Rasuwa) જિલ્લા સુધી પહોંચ્યું હતું. આ ઉપરાંત વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકોનું એક ગ્રુપ રિચા ટૂર્સ (Richa Tours) મારફતે ત્યાં ગયું હતું. કેરળના 33 ભારતીય નાગરિકોના એક ગ્રુપનો પણ હજુ પત્તો મળ્યો નથી. રણધીર જયસ્વાલે જણાવ્યું કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. સાથે જ લગભગ 200 ભારતીયોએ તિબેટ (Tibet)માં મદદ માટે વિનંતી કરી છે.

નેપાળમાં પૂરથી મૃત્યુઆંક 270 થયો

દરમિયાન, નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂરે મોટા પાયે તબાહી સર્જી છે. ગુરુવારે નેપાળ પોલીસે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે. અધિકારીઓ હજારો ગુમ થયેલા લોકોની શોધ માટે યુદ્ધસ્તરે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચલાવી રહ્યા છે. નેપાળ પોલીસના જણાવ્યા પ્રમાણે, ભોટેકોશી નદી (Bhotekoshi River)માં અચાનક આવેલા પૂરના કારણે વધુ 93 મૃતદેહ મળી આવ્યા હતા. જેના પગલે કુલ મૃત્યુઆંક 270 સુધી પહોંચ્યો છે. આ ઘટનાને તાજેતરના વર્ષોમાં નેપાળમાં આવેલી સૌથી ગંભીર કુદરતી આપત્તિઓ (Natural Disasters)માંની એક ગણવામાં આવી રહી છે.

કયા જિલ્લામાં કેટલા મૃતદેહ મળ્યા?

નેપાળ પોલીસના પ્રવક્તા અભિ નારાયણ કાફલેના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી મળેલા મૃતદેહોની સંખ્યા આ પ્રમાણે છે:

  • ચિતવન (Chitwan) - 108
  • નવાલપરાસી પૂર્વ - 62
  • ધાદિંગ - 27
  • ગોરખા - 20
  • રસુવા - 17
  • નવાલપરાસી પશ્ચિમ - 15
  • નુવાકોટ - 12
  • તનહુન - 9

કાફલેએ વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘાયલો સહિત 800થી વધુ ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ભૂસ્ખલન બાદ ભોટેકોશીમાં આવ્યું પૂર

આ વિનાશક પૂર પાછળ ભૂસ્ખલન (Landslide) મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. ભૂસ્ખલનના કારણે ભોટેકોશી નદીની સહાયક નદી લ્હેન્ડે (Lhende)નો પ્રવાહ અવરોધાઈ ગયો હતો. ત્યારબાદ પાણીનો જથ્થો અચાનક વધ્યો અને ફ્લેશ ફ્લડ (Flash Flood) જેવી સ્થિતિ સર્જાઈ. આ પૂરનો પ્રથમ મોટો પ્રભાવ ચીનની સરહદ નજીક આવેલા રસુવાગઢીના તિમુરે (Timure) વિસ્તારમાં જોવા મળ્યો હતો. પૂર અને કાટમાળના તેજ પ્રવાહે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાંને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

300 ભારતીય પ્રવાસીઓ હોવાની માહિતી

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે ગુરુવારે જણાવ્યું કે પૂર બાદ ગુમ થયેલા હજારો લોકોમાં અંદાજે 300 ભારતીય પ્રવાસીઓ (Indian Tourists) પણ સામેલ છે. તેમણે રસુવા વિસ્તારમાં આ કુદરતી આપત્તિના કારણે 160થી વધુ લોકોના મોત થયાની પણ પુષ્ટિ કરી હતી. સાથે જ હજારો લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાયું છે. નેપાળમાં સર્જાયેલી આ ભયાનક કુદરતી આપત્તિ વચ્ચે ભારત સરકારનું મુખ્ય ધ્યાન ગુમ થયેલા ભારતીય નાગરિકોને શોધવા, ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને અસરગ્રસ્તોને જરૂરી માનવતાવાદી મદદ પહોંચાડવા પર છે. ભારતીય અને નેપાળી અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક અને સંકલન દ્વારા રેસ્ક્યૂ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

: નેપાળ દુર્ઘટનામાં ગુજરાતના 12 વ્યક્તિ ગુમ, અમદાવાદ, સુરત અને રાજકોટના લોકોનો સમાવેશ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First