Dailyhunt
Net Worth: ફિલ્મી પડદા પછી હવે રાજનીતિમાં વિજયનો ડંકો, જાણો 603 કરોડની સલ્તનત વિશે

Net Worth: ફિલ્મી પડદા પછી હવે રાજનીતિમાં વિજયનો ડંકો, જાણો 603 કરોડની સલ્તનત વિશે

Gujarat First 1 week ago

Net Worth: થલપતિ વિજય પાસે કુલ 603.20 કરોડ રૂપિયાની માતબર સંપત્તિ છેવિજયના વિવિધ બેંક ખાતાઓમાં કુલ 213 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જમા છે
વર્ષ 2024-25 દરમિયાન જ વિજયે 184.53 કરોડ રૂપિયાની જંગી આવક મેળવી છે
વિજય પાસે BMW, લેક્સસ અને ટોયોટા વેલફાયર જેવી મોંઘી કારોનો કાફલો છે

Thalapathy Vijay Net Worth: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજય (Thalapathy Vijay) હવે માત્ર ફિલ્મી પડદા સુધી મર્યાદિત રહ્યા નથી.

2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં (Tamil Nadu Assembly Elections) પોતાની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (Tamizhaga Vettri Kazhagam – TVK) સાથે તેમણે રાજકીય મેદાનમાં જે રીતે એન્ટ્રી કરી છે, તેણે સ્થાપિત રાજકીય પક્ષોના સમીકરણો બદલી નાખ્યા છે. ચૂંટણી દરમિયાન રજૂ કરેલા એફિડેવિટ મુજબ, વિજય દેશના સૌથી ધનિક અભિનેતા-રાજકારણીઓમાંથી એક બની ગયા છે.

ચલ અને અચલ સંપત્તિના આંકડા

થલપતિ વિજયે જાહેર કરેલી વિગતો અનુસાર તેમની કુલ સંપત્તિ 603.20 કરોડ રૂપિયા છે. આ સંપત્તિને બે ભાગમાં વહેંચવામાં આવી છે: તેમની ચલ સંપત્તિ (Movable Assets) 404.58 કરોડ રૂપિયા છે, જ્યારે અચલ સંપત્તિ (Immovable Assets) 198.62 કરોડ રૂપિયા છે. આ આંકડા દર્શાવે છે કે વિજયે માત્ર ફિલ્મો દ્વારા જ નહીં, પરંતુ યોગ્ય રોકાણ દ્વારા પણ વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે માત્ર વર્ષ 2024-25 માં જ તેમની કમાણી 184.53 કરોડ રૂપિયા રહી છે.

બેંક બેલેન્સ અને લક્ઝરી કાર કલેક્શન

સામાન્ય રીતે લોકો મિલકતોમાં રોકાણ કરતા હોય છે, પરંતુ વિજય પાસે રોકડ પ્રવાહ પણ અદભૂત છે. તેમના વિવિધ બેંક ખાતાઓ (Bank Accounts) માં 213 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. આ ઉપરાંત, તેમને મોંઘી ગાડીઓનો પણ શોખ છે. તેમના કાફલામાં બીએમડબલ્યુ (BMW), લેક્સસ (Lexus) અને ટોયોટા વેલફાયર (Toyota Vellfire) જેવી આધુનિક અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે, જે તેમની વૈભવી જીવનશૈલીની સાક્ષી પૂરે છે.

પત્નીના નામે રોકાણ અને રિયલ એસ્ટેટ

વિજયે પોતાની પત્ની સંગીતા (Sangeeta) ના નામે પણ મિલકતો જાહેર કરી છે, જે અંદાજે 15.76 કરોડ રૂપિયાની છે. રિયલ એસ્ટેટની વાત કરીએ તો, વિજયે ચેન્નાઈ (Chennai) માં અનેક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. આ સાથે જ પ્રકૃતિના ખોળા સમાન કોડાઈકાનાલ (Kodaikanal) માં તેમની પાસે ખેતીની જમીન પણ છે.

રાજનીતિમાં TVK નો વિજયી રથ

વિજય આ વખતે પેરમ્બુર (Perambur) અને ત્રિચી ઈસ્ટ (Trichy East) બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાલના વલણો મુજબ, તેમની પાર્ટી TVK 100 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ વલણો પરિણામોમાં ફેરવાય, તો થલપતિ વિજય તમિલનાડુની સત્તાના નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First