Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pahlaj Nihalani Death News : CBFC ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું નિધન

Pahlaj Nihalani Death News : CBFC ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું નિધન

Gujarat First 1 week ago

Pahlaj Nihalani Death News : બોલિવૂડ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની (Pahlaj Nihalani) નું નિધન થયું છે. મળતી માહિતી અનુસાર તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા હતા. ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીને લીવરની ગંભીર સમસ્યાને કારણે અવસાન થયું છે.

બોલિવૂડમાં શોકનો માહોલ

ઉલ્લેખનીય છે કે તેમના નિધનથી બોલિવૂડ (Bollywood) માં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પહલાજ નિહલાની તેમની કારકિર્દી દરમિયાન 'આંખે', 'અંદાજ', 'તલાશ' અને 'રંગીલા રાજા' જેવી અનેક યાદગાર ફિલ્મો માટે જાણીતા હતા. વર્ષ 2015 થી 2017 દરમિયાન સેન્સર બોર્ડ (Censor Board) ના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ પોતાના કડક અને વિવાદાસ્પદ નિર્ણયોને કારણે સતત ચર્ચામાં રહ્યા હતા. આજે તેમના જવાથી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકારો અને નિર્માતાઓ તેમને સોશિયલ મીડિયા પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કોણ છે પહલાજ નિહલાની

પહલાજ નિહલાની બોલિવૂડમાં અનેક સફળ અને ચર્ચિત ફિલ્મોના નિર્માતા તરીકે જાણીતા છે. તેમની જાણીતી ફિલ્મોમાં 'આંખે' (Aankhen), 'અંદાજ' (Andaz), 'તલાશ', 'જુલી 2' અને 'રંગીલા રાજા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ 2015 થી 2017 સુધી સેન્સર બોર્ડ (CBFC) ના અધ્યક્ષ પદે રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ફિલ્મોમાં કટ લગાવવા અને કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવાને કારણે સતત મીડિયા અને સિનેમા જગતમાં ચર્ચાનો વિષય બન્યા હતા. 1980 અને 90 ના દાયકાના હિન્દી સિનેમામાં તેમનું યોગદાન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. તેમણે ઘણી કમર્શિયલ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી જે તે સમયે બોક્સ ઓફિસ પર લોકપ્રિય રહી હતી.

Ram Charan Film Peddi : એડવાન્સ બુકિંગમાં જ 'પેડ્ડી'નો રેકોર્ડ બ્રેક બિઝનેસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First