- $220 મિલિયનના બાકી ઉર્જા બિલો ચૂકવવા ચીનનું આકરૂ અલ્ટીમેટમ (Pakistan China Debt Crisis)
- ચુકવણીમાં વિલંબથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ તૂટવાનો ચીનનો દાવો
- પૈસા ન મળતા પાકિસ્તાનની સૌથી મોટી વિદેશી E&P કંપનીમાં છટણી શરૂ
- SSGC પાસે ભંડોળનો અભાવ, FBR પાસે રિફંડ અટવાયા હોવાની દલીલ
પાકિસ્તાન [Pakistan] અને ચીન [China] વચ્ચેની કહેવાતી મજબૂત' મિત્રતામાં હવે આર્થિક કડવાશ ભળી છે.
ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના સૌથી નજીકના સાથી ચીન દ્વારા આકરી ચેતવણી આપવામાં આવી છે. આ વિવાદ $220 મિલિયન (આશરે રૂ. 2050 કરોડ) ના બાકી વીજળી અને ગેસ બિલોને [Electricity and Gas Bills] લઈને ઉભો થયો છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે જો આ રકમ તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે, તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
Pakistan China Debt Crisis : ચુકવણીમાં વિલંબ અને રોકાણ પર ખતરો
ચીની કંપની યુનાઇટેડ એનર્જી પાકિસ્તાન ( United Energy Pakistan - UEP) એ તેના લેણાંની વસૂલાત માટે દબાણ વધાર્યું છે. ચીનનું માનવું છે કે ચુકવણીમાં થઈ રહેલો આ વિલંબ આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી શકે છે. 'ધ ન્યૂઝ' [The News] ના અહેવાલ મુજબ, બેઇજિંગમાં પાકિસ્તાની રાજદૂતે પોતાની સરકારને તાકીદની નોંધ મોકલી છે. જેમાં જણાવાયું છે કે જો ભંડોળ નહીં મળે તો કંપની કામગીરી બંધ કરી શકે છે, જેની સીધી અસર પાકિસ્તાનના ઉર્જા પુરવઠા [Energy Supply] પર પડશે.

ગેસ સપ્લાય અને આર્થિક ખેંચતાણ
આ સમગ્ર વિવાદ UEP અને સુઈ સધર્ન ગેસ કંપની [Sui Southern Gas Company - SSGC] વચ્ચેના વ્યવહારો પર આધારિત છે. UEP હાલમાં દૈનિક 260-270 મિલિયન ક્યુબિક ફૂટ ગેસ સપ્લાય કરે છે. નાણાકીય તંગીના કારણે ચીની કંપનીએ પાકિસ્તાનમાં તેના કર્મચારીઓની છટણી પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ, SSGC એ દલીલ કરી છે કે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ [Federal Board of Revenue - FBR] પાસે તેમના અબજો રૂપિયાના રિફંડ અટવાયેલા હોવાથી તેઓ ચુકવણી કરવામાં અસમર્થ છે.

રોકાણકારોના વિશ્વાસનો પ્રશ્ન
પાકિસ્તાનની સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ [Special Investment Facilitation Council - SIFC] એ પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કાઉન્સિલે સરકારને વિનંતી કરી છે કે વિદેશી રોકાણને બચાવવા માટે આ મુદ્દો તાત્કાલિક ઉકેલવામાં આવે. નોંધનીય છે કે, UEP એ પાકિસ્તાનની સૌથી મોટી વિદેશી ઓઈલ અને ગેસ કંપની [E&P Company] છે, જેણે 2011 માં બ્રિટિશ પેટ્રોલિયમ [British Petroleum] ની સંપત્તિ ખરીદી હતી.

