Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Patan Accident: સિદ્ધપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  ચાય પાર્લર ઘૂસી ગઈ કાર

Patan Accident: સિદ્ધપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાય પાર્લર ઘૂસી ગઈ કાર

Gujarat First 2 weeks ago

Patan Accident: સિદ્ધપુર નેશનલ હાઈવે પર બનાસવાડી હોટલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એકાએક ચાય પાર્લરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં ઊભેલા યુવકને કારે એકાએક લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV Cameraમાં કેદ થઈ છે.

ચા બનાવતા યુવકને કારે અડફેટે લીધો

મળતી માહિતી મુજબ બનાસવાડી હોટલ પાસે આવેલા ચાય પાર્લર બહાર શકીલ ઐયુબભાઈ સિપાઈ ચા બનાવી રહ્યો હતો.

આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી શકીલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

CCTV ફૂટેજમાં અકસ્માતની ઘટના કેદ

આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV Footage સામે આવ્યા છે. ફૂટેજમાં પૂરઝડપે આવતી કાર ચાય પાર્લર પાસે પહોંચે છે અને ત્યાં રહેલા યુવકને અડફેટે લેતી હોવાનું જોવા મળે છે. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ટક્કર બાદ યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું.

સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાયો

અકસ્મત બાદ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 06 LS 8338 હોવાનું સામે આવ્યું છે.

કારચાલક સામે કાર્યવાહી

આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે

ઃ Jamnagar ના ખ્યાતનામ બિલ્ડરના મૃત્યુ કેસમાં 1 વર્ષ બાદ મોટો વળાંક, આકસ્મિક નહીં પરંતુ...!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First