- PM Kisan 22nd Installment આગામી સપ્તાહના અંત સુધીમાં આવી શકે
- 13 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અસમ મુલાકાત દરમિયાન કરી શકે છે જાહેરાત
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000
- અગાઉ હોળી આસપાસ નાણાં મળવાની આશા હતી, હવે નવું અપડેટ સામે આવ્યું
- યોજનાની સત્તાવાર વેબસાઈટ પર ખેડૂતો ઘરબેઠા ચેક કરી શકશે પોતાનું નામ અને સ્ટેટસ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) ના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશના કરોડો ખેડૂતો જે 22મા હપ્તાની [22nd Installment] આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હવે રાહ જોવાનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા કુલ 21 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે અને હવે આગામી હપ્તાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
PM Kisan 22nd Installment : ક્યારે આવશે 22 મો હપ્તો?
અગાઉ એવી અટકળો હતી કે હોળી (Holi) આસપાસ આ રકમ જમા થઈ શકે છે, પરંતુ તહેવાર વીતી ગયા બાદ પણ હજુ સુધી નાણાં ટ્રાન્સફર થયા નથી. તાજેતરના અહેવાલો મુજબ, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આગામી સપ્તાહના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer – DBT) સિસ્ટમ દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી શકે છે જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) 13 માર્ચના રોજ અસમના કોકરાઝારની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ સાથે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?
ખેડૂતો યોજનાની સત્તાવાર વેબસાઈટ (https://pmkisan.gov.in/) પર જઈને પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે. ‘Know Your Status’ ઓપ્શન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન નંબર અને OTP દ્વારા તમે જાણી શકશો કે તમારા હપ્તાની પ્રક્રિયા ક્યાં પહોંચી છે. ખેડૂતોએ ખાતરી કરી લેવી જોઈએ કે તેમનું e-KYC પૂર્ણ છે, જેથી નાણાં મેળવવામાં કોઈ અડચણ ન આવે.

