પોરબંદર (Porbandar) જિલ્લામાં અચાનક વાતાવરણ (Weather)માં મોટો પલટો જોવા મળ્યો છે, જેના કારણે બરડાપંથક (Barda Region) સહિત શહેર વિસ્તારમાં પણ હવામાનમાં બદલાવ અનુભવાયો છે. ખાસ કરીને બરડા વિસ્તારના પાલખડા ગામ (Palkhada Village)માં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હાલ ઉનાળુ પાક (Summer Crops) જેમ કે મગ, તલ, અડદ અને ચોળી જેવા પાક પર તેની અસર પડવાની શક્યતા છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં નુકસાનની ભીતિ ઊભી થઈ છે.

