Dailyhunt
Railway : ભાવનગર ટર્મિનસ-હાવડા જંકશન વચ્ચે 20 એપ્રિલ અને 27 એપ્રિલે ચાલશે "સમર સ્પેશિયલ ટ્રેન"

Railway : ભાવનગર ટર્મિનસ-હાવડા જંકશન વચ્ચે 20 એપ્રિલ અને 27 એપ્રિલે ચાલશે "સમર સ્પેશિયલ ટ્રેન"

Gujarat First 5 days ago
  • Railway ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી વિશેષ ટ્રેન દોડાવશે
  • 20 અને 27 એપ્રિલે દોડાવશે સ્પેશ્યિલ ટ્રેન
  • ભાવનગર રેલવે મંડળ દ્વારા વિશેષ ટ્રેન ચાલશે
  • અલગ-અલગ સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન
  • સ્લીપર અને જનરલ કોચ આ ટ્રેનમાં રહેશે

Railway : રેલવેમાં મુસાફરી ( traveling) કરતા યાત્રિકો (passengers) ની સુવિધા માટે પશ્ચિમ રેલવે (western railway) દ્વારા ભાવનગર ( bhavnagar) ટર્મિનસ અને હાવડા જંકશન વચ્ચે "સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે.આ સેવા ભાવનગર ટર્મિનસથી 20 એપ્રિલ 2026 અને 27 એપ્રિલ 2026ના રોજ સંચાલિત થશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી આપી છે.

આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે

ટ્રેન નં. 09531 ભાવનગર ટર્મિનસ-હાવડા જંકશન સમર સ્પેશિયલ 20 એપ્રિલ 2026 અને 27 એપ્રિલ 2026ના રોજ ચાલશે.આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવારે સાંજે 17:45 કલાકે પ્રસ્થાન કરી બુધવારે રાત્રે 21:40 કલાકે હાવડા જંકશન પહોંચશે.તદનુસાર પરત ફરતી ટ્રેન નં. 09532 હાવડા જંકશન - ભાવનગર ટર્મિનસ સમર સ્પેશિયલ 23 એપ્રિલ 2026 અને 30 એપ્રિલ 2026ના રોજ દોડશે. આ ટ્રેન હાવડા જંકશનથી ગુરુવારે સવારે 10:50 કલાકે પ્રસ્થાન કરી શનિવારે સવારે 06:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બન્ને દિશામાં ઉભી રહેશે

આ ટ્રેન બંને દિશામાં સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, અજમેર જંકશન, જયપુર જંકશન, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા જંકશન, ઈદગાહ જંકશન, ટુંડલા જંકશન, ગોવિંદપુરી, પ્રયાગરાજ જંકશન, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા જંકશન, કોડરમા, ધનબાદ જંકશન, આસનસોલ જંકશન, દુર્ગાપુર, બર્ધમાન અને બૈંડેલ જં.સ્ટેશનો પર ઉભી રહેશે.ટ્રેનમાં સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી માટે Railway ની વેબસાઈટ પર જઈ શકશો

ટ્રેન નંબર 09531 માટે ટિકિટોની બુકિંગ મુસાફરો માટેના આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ પર ટૂંક સમયમાં શરૂ થશે. યાત્રિયો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ યાત્રિયોને અપીલ કરી છે કે તેઓ આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લઈ પોતાની મુસાફરીને સરળ અને સુવિધાજનક બનાવે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First