Rajkot Jetpur Honey-Trap Case: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત ચકચારી હની-ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. ઉદ્યોગપતિઓ અને કારખાનેદારોને પોતાની માયાજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક સક્રિય ગેંગની મુખ્ય મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગના પર્દાફાશથી સ્થાનિક વેપારી આલમમાં રાહતની લાગણી પ્રસરી છે.
Rajkot: શું છે સમગ્ર મોડસ ઓપરેન્ડી?
આ ગેંગ સોશિયલ મીડિયા અને ગૂગલ પરથી વેપારીઓ તથા ઉદ્યોગપતિઓના મોબાઈલ નંબર મેળવતી હતી. ત્યારબાદ, ગેંગની સભ્યો તેમને મીઠી વાતોમાં ફસાવીને મળવા માટે બોલાવતા હતા. એકવાર વેપારીઓ તેમની જાળમાં ફસાય, એટલે ગેંગ તેમને દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી હતી. ખાસ કરીને પૈસાદાર આધેડો આ ગેંગના મુખ્ય ટાર્ગેટ રહેતા હતા.
અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ
જેતપુર સીટી પોલીસે બાતમીના આધારે આ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ પર તવાઈ બોલાવી છે. મુખ્ય મહિલા આરોપી જે મૂળ જામનગરના કાલાવડની વતની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 11 જેટલા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસે અન્ય વેપારીઓને અપીલ કરી છે કે, જો કોઈ પણ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યું હોય તો તેણે નિર્ભય બનીને પોલીસ સમક્ષ આગળ આવવું જોઈએ. પોલીસની આ સફળ કાર્યવાહીને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
Ahmedabad: જિલ્લા કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 14 કાર્યકર્તાઓ સસ્પેન્ડ

