Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajkot : કેન્દ્રીય રાજ્ય મંત્રી S. P. Baghel રાજકોટના પ્રવાસે

Rajkot : કેન્દ્રીય રાજ્ય મંત્રી S. P. Baghel રાજકોટના પ્રવાસે

Gujarat First 21 hrs ago

રાજકોટના પ્રવાસે આવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી. બઘેલે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે SIR પ્રક્રિયા દ્વારા બોગસ મતદારોનાં નામ દૂર કરવા અને સ્થળાંતરિત મતદારોની વિગતો સુધારવાની કામગીરી કરવામાં આવી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા બઘેલે કહ્યું કે પાર્ટીએ છેલ્લી 10 ચૂંટણીઓનાં પરિણામો અંગે આત્મમંથન કરવાની જરૂર છે.

તેમણે ગુજરાત અને તમિલનાડુમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર હોવાનું જણાવી ચૂંટણીમાં મળેલી હાર માટે SIRને જવાબદાર ઠેરવવાના કોંગ્રેસના વલણની ટીકા કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First