Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajkot News: 76 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યા, ડમી મહિલાને સાથે રાખીને ઘટનાનું કરાશે રી-કન્સ્ટ્રક્શન

Rajkot News: 76 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યા, ડમી મહિલાને સાથે રાખીને ઘટનાનું કરાશે રી-કન્સ્ટ્રક્શન

Gujarat First 6 days ago

Rajkot News: રાજકોટમાં 76 વર્ષીય વૃદ્ધાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી રમેશ વૈધુકીયાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગંભીર ગુનાની તપાસને વધુ મજબૂત બનાવવા માટે ભક્તિનગર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Rajkot 76 વર્ષીય મહિલા હત્યા કેસ

પોલીસ તપાસ દરમિયાન ગુનાનું સાચું ચિત્ર સામે લાવવા માટે ડમી મહિલાને સાથે રાખીને ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

આ ઉપરાંત, આરોપીની માનસિક સ્થિતિની તપાસ માટે તેને માનસિક રોગના તબીબ પાસે લઈ જઈને રિપોર્ટ કઢાવવામાં આવશે. ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પોલીસે કબજે કરી લીધી છે અને તેને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે એફએસએલ (FSL) માં મોકલવામાં આવશે. પુરાવા એકત્ર કરવાની કડીરૂપે સાત હનુમાનથી લઈને આજીડેમ સુધીના રસ્તા પર આવેલા તમામ સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવશે.

પુરાવા એકત્ર કરવા ભક્તિનગર પોલીસની કવાયત તેજ

ઉલ્લેખનીય છે કે આરોપી રમેશ વૈધુકીયા અગાઉ ત્રણ હત્યાના ગુનામાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થઈ ચૂક્યો છે. આ ચોથા મર્ડરના કેસમાં આરોપી કાયદાની પકડમાંથી છટકી ન જાય અને નિર્દોષ જાહેર ન થાય તે માટે ભક્તિનગર પોલીસ એક-એક મજબૂત પુરાવો એકત્રિત કરવા માટે ભારે મથામણ કરી રહી છે.

અત્યાર સુધીની તપાસમાં શું ખુલાસા થયા?

ગત 21 ઓગસ્ટે રાજકોટ-ભાવનગર હાઈવે પર આજીડેમ પાસેથી 76 વર્ષીય અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા હતા અને 19 ઓગસ્ટથી ગુમ થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા પકડાયેલા રિક્ષાચાલક રમેશ વૈધુકીયાએ વૃદ્ધાનું અપહરણ કરી, તેને માર મારી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

આજીડેમ પોલીસે આરોપી રમેશ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ ચોટીલા અને રાજકોટના થોરાળા તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ગંભીર હત્યા, અપહરણ અને દુષ્કર્મના ગુનાઓમાં સંડોવાયેલો હતો.

વર્ષ 2020માં તેને પોક્સો અને એટ્રોસિટી કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ફેબ્રુઆરી 2026માં પુરાવા અને તપાસની ત્રુટિઓને કારણે હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ આ જ નરાધમે ફરીથી 76 વર્ષીય વૃદ્ધ મહિલાને પોતાની હેવાનિયતનો શિકાર બનાવીને આઘાતજનક અપરાધ આચર્યો છે.

: Gujarat Accident on Raksha Bandhan: રક્ષાબંધનના દિવસે જ ગુજરાતમાં અકસ્માતોનો રેકોર્ડ! સામાન્ય દિવસો કરતા 173 વધુ અકસ્માત

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First