Rajkot News: રાજકોટમાં ચોમાસાના આગમન સાથે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજકોટ જિલ્લામાં આવતા ડેમ, ચેકડેમ અને તળાવોમાં લોકોના જીવ જોખમમાં મુકાતા અટકાવવા માટે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Rajkot માં ડેમ, ચેકડેમ, તળાવોમાં સ્નાન કરવા પર પ્રતિબંધ
આ જાહેરનામા મુજબ, હવેથી રાજકોટ જિલ્લાના તમામ ડેમ, ચેકડેમ અને તળાવોમાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એટલું જ નહીં, આ વિસ્તારોમાં જોખમી રીતે સેલ્ફી લેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લાના કુલ 95 જેટલા સંવેદનશીલ સ્થળોની યાદી તૈયાર કરીને ત્યાં આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
આગામી ચોમાસા દરમિયાન જળાશયોમાં પાણીની આવક વધતા અકસ્માતોની શક્યતા વધી જાય છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સિંચાઈ વિભાગ અને સ્થાનિક પોલીસના અધિકારીઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના જીવને જોખમમાં ન મુકે અને તંત્રના આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે.
Dhandhuka-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એકનું મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

