Dailyhunt
Rajkot News: ઘર વિહોણા લોકોને આવાસ ભલે ન મળ્યા, પણ આવાસ કૌભાંડીને કોંગ્રેસમાં આશરો મળી ગયો!

Rajkot News: ઘર વિહોણા લોકોને આવાસ ભલે ન મળ્યા, પણ આવાસ કૌભાંડીને કોંગ્રેસમાં આશરો મળી ગયો!

Gujarat First 1 week ago
  • રાજકોટ (Rajkot) ના રાજકારણમાં આજે એક મોટા સમાચાર
  • કોંગ્રેસ (Congress) માં વિવાદિત પૂર્વ કોર્પોરેટરનો આજે થશે પ્રવેશ
  • આવાસ કૌભાંડમાં આરોપમાં સંડોવાયેલા દેવુંબેનનો પક્ષપલ્ટો!
  • ભાજપે કથિત કૌભાંડ બદલ દેવુબેનને 6 વર્ષ માટે કર્યા હતા સસ્પેન્ડ
  • વિવાદિત નેતાને કોંગ્રેસમાં સામેલ કરાતા ગરમાયું રાજકારણ

Rajkot: રાજકોટ (Rajkot) ના રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ભાજપ (BJP) દ્વારા આવાસ કૌભાંડમાં સંડોવણીના આરોપસર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ (Devuben Jadav) આજે વિધિવત રીતે કોંગ્રેસ (Congress) માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કૌભાંડમાં સંડોવાયેલા વિવાદિત નેતાને પક્ષમાં સ્થાન અપાતા કોંગ્રેસ (Congress) ની આંતરિક ગલીઓમાં અને શહેરના રાજકારણમાં અનેક સવાલો ઉભા થયા છે.

રાજકોટ (Rajkot) ના રાજકારણમાં આજે એક મોટા સમાચાર

રાજકોટના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવનું નામ ચર્ચિત આવાસ કૌભાંડ (Housing Scam) માં ઉછળ્યું હતું. આ કથિત કૌભાંડના ગંભીર આરોપોને પગલે ભાજપ પ્રદેશ મોવડીમંડળે શિસ્તભંગની કાર્યવાહી કરી તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કર્યા હતા. ભાજપ દ્વારા પડતા મુકાયેલા આ વિવાદિત નેતા હવે પંજાનો સાથ પકડવા જઈ રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય

દેવુબેન જાદવના કોંગ્રેસ પ્રવેશ માટેનો માર્ગ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ (State Congress President) સાથેની મહત્ત્વની બેઠક બાદ મોકળો થયો હોવાનું જાણવા મળે છે. આજે તેઓ વિધિવત રીતે કેસરીયો મૂકી તિરંગો ધારણ કરશે. જોકે, તેમના પક્ષપલ્ટા (Defection) ના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

શું કોંગ્રેસ કૌભાંડીઓને આશરો આપશે?

રાજકોટ કોંગ્રેસમાં આ પ્રવેશને લઈને ભારે ચર્ચાઓ અને ગણગણાટ શરૂ થયો છે. જે નેતાને ભાજપે ભ્રષ્ટાચારના (Corruption) આરોપસર કાઢી મૂક્યા હતા, તેમને કોંગ્રેસ શા માટે સાચવી રહી છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. શું હવે કોંગ્રેસ કૌભાંડીઓ માટે સેફ ડિપોઝિટ વોલ્ટ બની રહ્યું છે? તેવા ટોણાં પણ વિરોધીઓ દ્વારા મારવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Junagadh Jail: જૂનાગઢ જેલમાં કેદીના ગાદલા નીચે એવું શું હતું? જે જોઈને જેલર પણ ચોંકી ગયા!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First