Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajkot : પરિવારનું પેટ ભરવા આવેલા યુવકની હોમાઈ જિંદગી, બ્લાસ્ટ થતા હોટલમાં મચી દોડધામ

Rajkot : પરિવારનું પેટ ભરવા આવેલા યુવકની હોમાઈ જિંદગી, બ્લાસ્ટ થતા હોટલમાં મચી દોડધામ

Gujarat First 1 week ago

Rajkot : રાજકોટના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ‘ઠાકર ઘણી’ હોટેલના કિચનમાં ગઈકાલે એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં હોટલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટરમાં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની બોટલ અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી અને હોટલની અંદર રહેલો સ્ટાફ ગભરાઈ ગયો હતો અને દોડધામ મચી હતી.

એક યુવકનું મોત થયું છે અને હાલમાં પોલીસની તપાસ ચાલી રહી છે.

Rajkot-ભાવનગર રોડ પર આવેલ હોટલના કિચનમાં થયો બ્લાસ્ટ

રાજકોટની ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યું હતું, એકનું મોત થયું છે. બાકી કોઈ જાનહાની થઈ નથી. રાજસ્થાનથી યુવક મજૂરી કરવા માટે હોટલમાં નોકરી કરતો હતો અને તેનો જીવ ગયો છે. સાત મહિના અગાઉ યુવક નોકરી માટે આવ્યો હતો અને હોટલમાં નોકરી કરતો હતો. તો યુવકના પિતાનું પણ અગાઉ મોત થયું હતુ અને પરિવારની જવાબદારી આ યુવક પર હતી.

હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવકનું મોત

કિચનમાં બ્લાસ્ટ થતા રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું મોત થયું છે. પોલીસે હોટલની અંદર રહેલા લોકોની પણ પૂછપરછ કરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામં આવશે. ફ્રિજરેટરમાં ટેકનિકલ ખામી કે ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો તે નક્કી કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ હોટલના સ્ટાફ અને મૃતક યુવાનના પરિવારને ઘેરા શોકમાં ડૂબાડી દીધા છે.

Surat : આંતરરાજય વાહન ચોર ગેંગ ઝડપાઈ, મોંઘીદાટ કારની ચોરી કરી મોજશોખ કરતા હતા પૂરા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First