Rakshabandhan 2026 : બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ સરહદી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ નડાબેટ ઇન્ડો-પાક સરહદ પર આ વર્ષે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અત્યંત દેશભક્તિ અને ઉત્સાહના માહોલમાં ઉજવાવામાં આવ્યો હતો. દેશની રક્ષા માટે પોતાની કાયમી ડ્યૂટી બજાવતા વીર જવાનો પોતાના પરિવારથી દૂર સરહદ પર તૈનાત હોય છે, ત્યારે તેમની આ ખાલીપૂરક પૂરવા અને ઉત્સવનો આનંદ આપવા માટે મોટી સંખ્યામાં બહેનો સરહદ પર પહોંચી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરે BSF જવાનોને બાંધી રાખડી
બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વિશેષ ઉજવણીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોના કાંડે રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. સાંસદ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાર્થિનીઓ, સામાજિક સંસ્થાઓની મહિલાઓ અને મોટી સંખ્યામાં બહેનો નડાબેટ પહોંચી હતી. બહેનોના આ સ્નેહ અને વહાલથી ગદગદ થયેલા BSF ના જવાનોના ચહેરા પર પણ એક વિશેષ ખુશી જોવા મળી હતી.
મહિલા સૈનિકો પાસે પણ બંધાવી રાખડી
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે માત્ર ભાઈઓને જ નહીં, પરંતુ દેશની સરહદોની રક્ષા કરતી વીરાંગના મહિલા સૈનિકો પાસે પણ કોંગ્રેસના આગેવાનો અને ઉપસ્થિત નાગરિકોએ રાખડી બંધાવીને પરસ્પર ભાઈચારા અને સમાનતાનો સંદેશો આપ્યો હતો. ઇન્ડો-પાક સરહદ પર દેશભક્તિના નારા અને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો આ માહોલ ખૂબ જ અદભુત અને પ્રેરણાદાયી બની રહ્યો હતો, જેણે સૌનું મન મોહી લીધું હતું.
: "ગયા વર્ષે પણ ભાઈ જેલમાં હતા આજે પણ જેલમાં..." MLA Chaitar Vasava ને રાખડી બાંધતી વખતે રડી પડી બહેનો

