Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Road Accident : ગુજરાતમાં થતા રોડ અકસ્માત અંગે NCRB રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો, બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ હજી પણ લોકો કરી રહ્યાં છે

Road Accident : ગુજરાતમાં થતા રોડ અકસ્માત અંગે NCRB રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો, બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ હજી પણ લોકો કરી રહ્યાં છે

Gujarat First 2 weeks ago
  • Road Accident ને લઈ ઓવરસ્પીડિંગનો કહેર
  • 1586 અકસ્માતમાં 410 લોકોના નિપજ્યા મોત
  • સુરતમાં 659 અકસ્માતમાં 314 લોકોના મોત
  • રાજકોટમાં 416 અકસ્માતમાં 160 લોકોના મોત
  • વડોદરામાં 557 અકસ્માત 183 લોકોના મોત

Road Accident : નેશનલ ક્રાઈમ રેકોર્ડ (crime record) બ્યુરોએ વર્ષ 2024 નો એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માતના કુલ 15,588 બનાવો બન્યા છે, જેમાં 7717 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે પૈકી સૌથી વધુ ઓવરસ્પીડે અકસ્માતોમાં 6314 લોકોના જીવ લીધા છે એટલે કે 82 ટકા જેટલા મોત માત્ર ઓવર સ્પીડને કારણે થયા છે.

એટલું જ નહિ પરંતુ દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પીને કે પછી નશો કરી વાહન ચલાવતી વખતે થયેલા અકસ્માતમાં 87 લોકો લોહીલુહાણ થયા અને 22 લોકોને જીવ ગુમાવવા પડયા છે.

અકસ્માતે મોતને લીધે અનેક પરિવારોના માળા વિખેરાયા છે

એનસીઆરબીના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બેદરકારીથી વાહન ચલાવવાના, ઓવર ટેક કરવા સહિતના કારણસર 2432 અકસ્માતમાં 2555 ને ઈજા અને 1431 લોકોનાં મોત થયા છે, સૌથી વધુ ઓવર સ્પીડના કારણે 12,504 અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં 11,802 લોકો લોહીલુહાણ થયા હતા અને 6314 લોકોનાં મોત થયા છે જ્યારે દારૂબંધી વચ્ચે દારૂ પીને કે નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માતના 83 કેસમાં 87ને ઈજા અને 22 લોકોનાં મોત થયાં છે.

એક્સિડેન્ટમાં 6632 પુરુષ અને 1084 મહિલાએ દમ તોડચો

ગુજરાતમાં જે અકસ્માતના કેસ નોંધાયા છે, તેમાં 11,727 પુરુષ અને 3213 મહિલા એમ કુલ 14,940 વ્યક્તિને ઈજા થઈ હતી જ્યારે 6632 પુરુષ અને 1084 મહિલા અને એક ટ્રાન્સજેન્ડર એમ કુલ 7717 લોકોના મોત થયાં હતા. અમદાવાદમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માતના 1586 કેસમાં 1269 વ્યક્તિને ઈજા થઈ હતી જ્યારે 410નાં મોત નોંધાયા હતા, રાજકોટમાં 416 કેસમાં 377ને ઈજા અને 160નાં મોત, સુરતમાં 659 અકસ્માતમાં 473 ઈજા અને 314 મોત જ્યારે વડોદરામાં 557 અકસ્માતમાં 432ને ઈજા અને 183 મોત થયા હતા.

મોટા ભાગના અકસ્માત સાંજના સમયે થાય છે

ગુજરાતમાં જે અકસ્માતોની ઘટના બની તેમાં ટ્રક-મિની ટ્રકના અકસ્માતમાં 809ને ઈજા-540ના મોત, બસ અકસ્માતમાં 808ને ઈજા અને 97 ના મોત, એસયુવી-કાર જીપના અકસ્માતમાં 2880ને ઈજા અને 1032નાં મોત થયા હતા. ટુ વ્હિલરના અસ્માતમાં 7328ને ઈજા અને 3765નાં મોત થયા હતા, ટુવ્હિલરના અકસ્માતમાં એકલા અમદાવાદમાં 171 મોત થયા હતા. મોટા ભાગના અકસ્માતો સાંજે 6 થી રાતના 9 વાગ્યાના અરસામાં નોંધાયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First