Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shravan Monday: Somnath માં શ્રાવણના ત્રીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર પરિસર

Shravan Monday: Somnath માં શ્રાવણના ત્રીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર પરિસર

Gujarat First 1 week ago

Somnath Shravan : પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં શ્રદ્ધાળુઓનું અદ્ભુત ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મંદિર પરિસર વહેલી સવારથી જ 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. શ્રાવણના આ પાવન અવસરે સોમનાથ દાદાના દર્શન માટે રાજ્યભરમાંથી અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા છે અને મહાદેવના ચરણે શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી રહ્યા છે.

Somnath માં શ્રાવણના ત્રીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

ત્રીજા સોમવારની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે 3:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં ભક્તોના પ્રવેશ માટેના દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સવારે 3 વાગ્યાથી જ નિશુલ્ક સામાનઘર અને જૂતાઘર શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝીગઝેગ ક્યૂ મેનેજમેન્ટ અને ઝોન અનુસાર યાત્રીઓના યોગ્ય વર્ગીકરણના લીધે લાંબી કતારો હોવા છતાં તદ્દન અનુશાસન અને શાંતિપૂર્વક ભક્તોએ બાબા સોમનાથના દર્શન કર્યા હતા.

મંદિરમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજા-અર્ચનાનું પણ આયોજન

સોમનાથ મહાદેવના દર્શનના પાટ ખુલે તે પૂર્વે જ મંદિર પરિસરમાં હજારો યાત્રીઓ એકત્રિત થઈને ભક્તિભાવ સાથે શિવધૂનમાં લીન બન્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આજના દિવસે સોમનાથ મંદિરમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજા-અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના ત્રીજા સોમવારની પરંપરા મુજબ આજે સોમનાથ દાદા નગરચર્યાએ નીકળતા હોય તે પ્રકારે ભવ્ય પાલખીયાત્રા પણ યોજાનાર છે, જેમાં જોડાવા માટે પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

: Gujarat News Today : આજે 31 ઓગસ્ટ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First