Dailyhunt
Studio on Wheels : રસોડાથી રાજકારણ સુધીની સફર, પાટણને પેરિસ બનાવવાનું નગરપાલિકા પ્રમુખનું વિઝન

Studio on Wheels : રસોડાથી રાજકારણ સુધીની સફર, પાટણને પેરિસ બનાવવાનું નગરપાલિકા પ્રમુખનું વિઝન

Gujarat First 1 week ago
  • Studio on Wheels : પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખની પ્રેરણાદાયી સફર
  • પાટણને મળશે કરોડોની ભેટ: ₹20 કરોડના ખર્ચે વરસાદી લાઈન પ્રોજેક્ટ મંજૂર
  • 10 કરોડના ખર્ચે બનશે ‘અટલ બિહારી વાજપેયી’ ટાઉન હોલ
  • 9 કરોડની ગ્રાન્ટ સાથે ખુલ્લી કેનાલના બદલે નખાશે પાઈપલાઈન
  • પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની ઉઠી માગ

Studio on Wheels : ઐતિહાસિક નગરી પાટણ, જે તેના ભવ્ય ભૂતકાળ (Glorious Past) અને તેજોમય વર્તમાન માટે જાણીતું છે, ત્યાં આજે વિકાસની નવી લહેર જોવા મળી રહી છે.

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) માં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સાથે ખાસ સંવાદ યોજાયો હતો. એક સામાન્ય ગૃહિણી (Housewife) માંથી શહેરના પ્રથમ નાગરિક બનવા સુધીની તેમની સફર અને પાટણના વિકાસ માટેના તેમના વિઝન (Vision) વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Studio on Wheels : ગૃહિણીથી જનપ્રતિનિધિ સુધીની સફર

એક સમયે રસોડાની જવાબદારી સંભાળતા હિરલબેને ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ રાજકારણમાં (Politics) સક્રિય થશે. તેમના પતિના ભારતીય જનતા પાર્ટીમાં (BJP) 30 વર્ષના પાયાના કાર્ય અને અનામત બેઠકને કારણે તેમને આ તક મળી હોવાનું જણાવ્યું હતું. આજે તેઓ આ જવાબદારીને માત્ર પદ તરીકે નહીં, પણ જનસેવાના માધ્યમ તરીકે નિભાવી રહ્યા છે.

વરસાદી પાણી અને ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ

શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે નગરપાલિકા દ્વારા અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ (Ambitious Projects) પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે. પાટણમાં લાંબા સમયથી સતાવતી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે ₹20 કરોડના ખર્ચે વરસાદી લાઇન પ્રોજેક્ટ મંજૂર થયો છે, જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાટણની સાંસ્કૃતિક ગરિમા વધારવા ₹10 કરોડના ખર્ચે ‘અટલ બિહારી વાજપેયી’ ટાઉન હોલ (Atal Bihari Vajpayee Town Hall) અને સિવિક સેન્ટરનું નિર્માણ થશે. આ ઉપરાંત પાટણના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે નવા રિંગ રોડ (Ring Road)ની ફાળવણી કરવામાં આવી છે.

પીવાના પાણી અને સરોવરોનું બ્યુટિફિકેશન કરાશે

પાટણની જનતાને શુદ્ધ પાણી (Pure Drinking Water) મળી રહે તે માટે ખુલ્લી કેનાલના સ્થાને ₹9 કરોડની ગ્રાન્ટ સાથે પાઈપલાઈન નાખવાની નેમ છે. આ ઉપરાંત, ₹4.20 કરોડના ખર્ચે સિદ્ધિ સરોવરનું કામ પ્રગતિમાં છે અને આગામી સમયમાં આનંદ સરોવરના નવીનીકરણ માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવાની નેમ

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister)સમક્ષ પાટણની જરૂરિયાતોને ધ્યાને રાખીને ત્વરિત નિર્ણયો લેવાઈ રહ્યા છે. હિરલબેન પરમારનું વિઝન છે કે પાટણ નગરપાલિકાને હવે મહાનગરપાલિકા (Mahanagarpalika)માં પરિવર્તિત કરવામાં આવે, જેથી શહેરને વધુ ગ્રાન્ટ અને સુવિધાઓ મળી શકે. આ સાથે જ પાટણના વિશ્વવિખ્યાત પટોડા (Patan Patola) ના વ્યવસાયને પ્રોત્સાહન અને સ્વચ્છતા અભિયાન (Swachhata Abhiyan)ને વધુ વેગ આપવાની વાત પણ તેમણે દોહરાવી હતી.

Gujarat Police વિભાગમાં મોટો વહીવટી ફેરફાર, 35 DySP અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First