Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, Vinesh Phogat માટે એશિયન ગેમ્સનો માર્ગ મોકળો!

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, Vinesh Phogat માટે એશિયન ગેમ્સનો માર્ગ મોકળો!

Gujarat First 4 months ago

Vinesh Phogat News: ભારતીય કુસ્તી જગતમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટી રાહત મળી છે. આગામી 30 અને 31 મેના રોજ યોજાનાર એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) ના પસંદગી ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટ ભાગ લઈ શકશે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ આદેશ જારી કરીને વિનેશ માટે રસ્તો સાફ કરી દીધો છે.

વિનેશના યોગદાનની કોર્ટે કરી સરાહના

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે અગાઉ વિનેશને ટ્રાયલ્સમાં રમવાની પરવાનગી આપી હતી, જેની સામે WFI નારાજ હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે સુનાવણી દરમિયાન વિનેશના યોગદાનની સરાહના કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, વિનેશનું કેસ અન્ય સામાન્ય ખેલાડીઓ કરતા અલગ છે, કારણ કે તેમણે દેશને અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવ્યું છે.

Vinesh Phogat: કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો

કોર્ટે આ દરમિયાન રમતગમતના વહીવટી મામલાઓમાં વારંવારના ન્યાયિક હસ્તક્ષેપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે ખેલાડી ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ દેશનું હિત સર્વોપરી છે અને હાઈકોર્ટ દ્વારા સ્પોર્ટ્સ શિડ્યુલને વારંવાર વિક્ષેપિત કરવું યોગ્ય નથી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે માતૃત્વને કારણે ખેલાડીને તેની કારકિર્દીમાંથી બાકાત રાખવા તે યોગ્ય નથી. હાલ સુપ્રીમ કોર્ટે વિનેશને રાહત આપતા ટ્રાયલ્સમાં રમવાની મંજૂરી આપી છે, પરંતુ સાથે જ WFI ની અરજી પર વિનેશ ફોગાટ પાસેથી લેખિત જવાબ પણ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે આવતા અઠવાડિયે હાથ ધરાશે, જે કુસ્તીના વહીવટીતંત્ર અને ખેલાડીઓના અધિકારો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First