Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat : આંતરરાજય વાહન ચોર ગેંગ ઝડપાઈ, મોંઘીદાટ કારની ચોરી કરી મોજશોખ કરતા હતા પૂરા

Surat : આંતરરાજય વાહન ચોર ગેંગ ઝડપાઈ, મોંઘીદાટ કારની ચોરી કરી મોજશોખ કરતા હતા પૂરા

Gujarat First 1 week ago

Surat : સુરતની ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આંતરરાજય વાહન ચોર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગરાજસ્થાન-હરિયાણા- મહારાષ્ટ્રમાં વાહન ચોરી કરતી હતી અને સુરત તરફ આ લોકો આવતા પોલીસે તેમને ઝડપી લીધા છે, તો હજી આ કેસમાં અન્ય ગુના ઉકેલાઈ શકે છે. ઝડપાયેલ આરોપીઓ થાર,સ્કોર્પિયો અને ક્રેટા કારની કરતા હતા ચોરી.

થાર-સ્કોર્પિયો-ક્રેટા ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ

અમદાવાદ અપહરણ કેસમાં ભોગ બનનાર સાથે બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો પોક્સો કેસનો ફરાર દોષિત અને ફોર વ્હીલ ચોરીના માસ્ટરમાઈન્ડને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો છે. અપહરણ, પેરોલ જમ્પ અને વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગે અનેક રાજયોમાં કારની ચોરી કરી છે અને તેના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગમાં 20 વર્ષની સજાનો દોષિત આરોપી પેરોલ પર થયો હતો ફરાર જે રાજસ્થાનમાં પ્રેમિકાના અપહરણ અને રેપ કેસનો આરોપી સુરતથી ઝડપાયો છે.

Surat મા 23 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો

સુરત શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરત પોલીસ દ્વારા એકસાથે બે મોટા ઓપરેશન - ‘ઓપરેશન બાંગ્લાદેશી’ અને ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુરત પોલીસની આ બેવડી કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી દીધો છે. આ ઓપરેશન હેઠળ છેલ્લા 3 મહિનામાં નોંધાયેલી 57 ફરિયાદોના આધારે 61 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કુલ 23 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. આ નાણાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા મેળવીને વિદેશમાં મોકલી દેવામાં આવતા હતા.

Banaskantha : અંબાજીના ચિખલા હેલીપેડ પર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ, અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First