Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત, ST બસની પાછળ કાર અથડાતા બની ઘટના

Surat ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત, ST બસની પાછળ કાર અથડાતા બની ઘટના

Gujarat First 2 weeks ago
  • Surat ગ્રામ્ય SOG શાખાના હેડ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત
  • પાદરા નજીક એક્સપ્રેસ વે ઉપર નડ્યો અકસ્માત
  • ST બસ પાછળ કાર અથડાઈ
  • કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત

Surat : સુરતમાં અકસ્માતની (accident) ઘટના બની છે જેમાં સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું (head constebale) ઘટનામાં મોત થયું છે.

ગંભીર ઇજાઓ થતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો એસટી બસની (st bus) પાછળ કાર (car) અથડાતા આ ઘટના બની હતી. તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ક્રેઈનની મદદથી કારને દૂર કરવામાં આવી હતી. હજુ બે મહિના પહેલા જ ભરત દેસાઈના પિતાનું નિધન થયું હતું.

પરિવાર આઘાતમાંથી બહાર આવે એ પહેલા વધુ એક સભ્યનું મોત થયું

સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાની વાત સામે આવી છે. અને ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસમાં શોકનો માહોલ છે, મૃતક છેલ્લા થોડા વર્ષોથી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા અને આજે સવારે તેઓ જઈ રહ્યાં હતા કાર લઈને તે દરમિયાન કાર એસટી બસના પાછળના ભાગે ઘુસી ગઈ હતી અને તેમને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતુ. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, મૃતદેહને પોલીસે પીએમ માટે ખેસડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

Surat : પાદરા નજીક એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત

પાદરા નજીક એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય SOG શાખાના હેડ કોન્સ્ટેબલનું કરૂણ મોત થયું છે. માહિતી મુજબ, એક કાર ST બસના પાછળ જોરદાર રીતે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત બની ગઈ હતી. આ ઘટનાને પગલે Surat District Policeમાં પણ ગાઢ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First