Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં EV વેચાણમાં તેજી! છેલ્લા 2 મહિનામાં નોંધપાત્ર વધારો

સુરતમાં EV વેચાણમાં તેજી! છેલ્લા 2 મહિનામાં નોંધપાત્ર વધારો

Gujarat First 2 weeks ago

EV sales surge Surat : સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ અને સંભવિત યુદ્ધ જેવી અનિશ્ચિતતાઓ વચ્ચે લોકો હવે વધુને વધુ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. માત્ર 2 મહિનામાં જ વેચાણના આંકડાઓમાં મોટો વધારો નોંધાયો છે, જેમાં માર્ચમાં 1,987 અને એપ્રિલમાં 2,011 ઈ-વ્હીકલનું વેચાણ થયું છે.

EV પર લાગતો માત્ર 1 ટકા ટેક્સ અને પેટ્રોલ-ડીઝલ વાહનો પરના 6 ટકા ટેક્સની તુલનામાં મળતી રાહત ગ્રાહકો માટે આકર્ષણનું મુખ્ય કારણ બની છે. ઉપરાંત, શો-રૂમમાંથી વાહન ખરીદતી વખતે આશરે ₹5,000 સુધીની સબસિડી પણ મળતી હોવાથી લોકો માટે ઈ-વ્હીકલ વધુ સસ્તું અને વ્યવહારુ વિકલ્પ બની રહ્યું છે, જેના કારણે બજારમાં તેની માંગ સતત વધી રહી છે.

https://www.youtube.com/watch?v=aBi1RnaGn_c
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First