Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vadodara : શિવભકત ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી શહેરભરમાં શોક, નીકળી અંતિમયાત્રા

Vadodara : શિવભકત ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી શહેરભરમાં શોક, નીકળી અંતિમયાત્રા

Gujarat First 3 days ago

Vadodara : સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા આજે રાવપુરા અમદાવાદી પોળથી કારેલીબાગ ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. સ્મશાન યાત્રાના રૂટ પર 2 ડીસીપી, 3 એસીપી, 6 પીઆઈ,11 પી.એસ.આઈ. તેમજ 120 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યુબિલી બાગથી ગાંધીનગર ગૃહ તરફના રોડ ઉપરાંત મહારાણી હાઈસ્કૂલ સહિતના સૂરસાગર ફરતેના વિસ્તારને પાર્કિંગ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Vadodara મા સ્મશાન યાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો

રાવપુરા અમદાવાદી પોળ ખાતેના નિવાસસ્થાનેથી આજે સવારે 10.45 યોગેશ પટેલની અંતિમ યાત્રા નીકળી હતી. જે રાવપુરા ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, એસ.એસ.જી. હોસ્પિટલ રોડ થઈને ખાસવાડી સ્મશાન ગૃહે પહોંચશે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડવાની શકયતાઓ હોવાથી સ્મશાન યાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડી.સી.પી. ટ્રાફિક તેમજ ડી.સી.પી. ઝોન 2ના નેતૃત્વમાં સંપૂર્ણ સુપરવિઝન રહેશે. અમદાવાદી પોળથી જ્યુબિલી બાગ તરફ તેમજ ગાંધીનગર ગૃહથી સૂરસાગર ફરતે સુધીના વિસ્તારને પાર્કિંગ એરિયા તરીકે ઘોષિત કરાયો છે. આ વિસ્તારમાં વાહનો પાર્ક કરાશે. સ્મશાન યાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થશે અને શિવભક્ત કૈલાશવાસી થશે

શિવભક્ત અને જનનાયક એવા 8મી ટર્મના સિનિયર ધારાસભ્ય યોગશ પટેલ (ઉવ.79)નું નિધન થયું છે. તેમના દીકરા અને બન્ને દીકરી અમેરિકાથી વડોદરા ખાતે આવી ગયા છે, એ પછી રાવપુરા અમદાવાદી પોળ ખાતેના નિવાસ સ્થાનથી યોગેશ પટેલના નશ્વરદેહને સવારે 9.30 કલાકે અંતિમ દર્શન માટે મૂકાશે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ- કાર્યકર્તાઓ, વિવિધ સંગઠનો, મંડળો મોટી સંખ્યામાં જોડાશે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પણ આવે તેવી સંભાવના છે. એ પછી ત્યાંથી 10.30 કલાકે અંતિમયાત્રા નીકળશે જે ખાસવાડી સ્મશાન ખાતે પહોંચશે. જ્યાં પુણ્યદેહ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First