ગુજરાતમાં હાલ ઓંકતી ગરમી વચ્ચે આગામી વાતાવરણમાં દિવસોમાં પલટો આવવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જો કે ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાય સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે.
ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ 44 ડીગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજયનું સૌથી હોટેસ્ટ સીટી રહયું હતું. ત્યારે ઉનાળાના આકરા તાપની વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શકયતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશ: ઘટાડો થવાની સંભાવના છે. જો કે હજુ પણ રાજયના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર રહેવાનો છે. વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહયું છે. જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે.
ગુજરાત રાજયમાં આગામી તા.30 મેના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ તથા 31 મેના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, કચ્છ અને તા.1 જુને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર તેમજ તા.ર જુને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શકયતા નથી. આ પલટો સંભવિત છે. આગામી દિવસોમાં વરસાદ સમયે 40 થી 50 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારમાં 28 મેના ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે.

