Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતીય મહિલા હોકી ટીમે સિંગાપોરને હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે સિંગાપોરને હરાવ્યું

વિમેન્સ અન્ડર-18 એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારત સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે એમ છતાં સ્વીટી કુજુર ના નેતૃત્વમાં ભારતીય ટીમે સનસનાટી મચાવતા અસાધારણ પર્ફોર્મન્સમાં સિંગાપોરને 25-0થી પરાજિત કર્યું હતું.

ભારતીય ખેલાડીઓ એક પછી એક ગોલ કરતી ગઈ અને બીજી બાજુ સિંગાપોર ની ટીમને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી. સિંગાપોરની ગોલકીપર ભારતીય ખેલાડીના ગોલ-મેકિંગ શોટ રોકવામાં થાકી ગઈ હતી.

એક બાદ એક કુલ પચીસ વખત તેણે બોલને ગોલપોસ્ટમાં જતો રોકવામાં નિષ્ફળતા જોવી પડી હતી.
ભારતની 11 ખેલાડીની ટીમમાં ગોલકીપર મહેક પરિહારને બાદ કરતા બાકીની તમામ 10 ખેલાડીએ એક કે એક કરતાં વધુ ગોલ કર્યા હતા. સૌથી વધુ સાત ગોલ નૌશીન નાઝે કર્યા હતા.

જોકે પાંચ ગોલ કરનાર ગીતશ્રી નમ્મીને પ્લેયર ઑફ મેચનો પુરસ્કાર અપાયો હતો. કેપ્ટન સ્વીટી કુજુરે ચાર ગોલ કર્યા હતા. પ્રિયંકા મિન્ઝે હેટ-ટ્રિક ગોલથી હરીફ ટીમની ખેલાડીઓને ખૂબ માનસિક દબાણમાં લાવી દીધી હતી. દિયા, નેન્સી સરોહા, શ્રુતિ કુમારી, પુષ્પા માંઝી, રશ્મીન કૌર અને સંદીપા કુમારીએ એક-એક ગોલ કર્યો હતો.કેપ્ટન સ્વીટીએ ગોલની શરૂૂઆત બીજી જ મિનિટમાં કરી હતી. 60મી મિનિટમાં મેચનો અંતિમ ગોલ ગીતશ્રી નમ્મીએ કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati