Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોત

ભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોત

ગુજરાત મિરર પાટણ તા.31 રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનું મોત દારૂૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે.

મળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.
ઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા.

પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.
ધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ કઈઇ અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, કઈઇ ઙઈં આર. જી. ઉનાગર અને ક્ધસ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ઙઈં આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ કઈઇનો ચાર્જ સંભાળી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati