Dailyhunt
ભાવનગરમાં મંગેતરની સામે જ યુવકને છરી ઝીંકી મોબાઈલ-રોકડની લૂંટ

ભાવનગરમાં મંગેતરની સામે જ યુવકને છરી ઝીંકી મોબાઈલ-રોકડની લૂંટ

બે બુકાનીધારીએ વાત કરવા નીકળેલા યુવક-યુવતીને ટાર્ગેટ કર્યા

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળના રોડ એક યુવાન તેની ફિઆન્સી સાથે જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી નાણાંની માંગણી કરી હતી અને પ્રતિકાર કરતા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરી રોકડ-મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.

મળતી માહિતી મુજબ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિમાતાના મંદિર પાસે રહેતા મહિપતસિંહ દિલીપસિંહ યાદવ ઉં.વ.

25 તેમની ફિઆન્સી દિશા અશોકભાઈ ડાભી ઉં.વ. 19 સાથે સ્કૂટર પર ઈસ્કોન ક્લબથી આગળ વિક્ટોરિયા પાર્કની પાછળના માર્ગેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે સ્કૂટર પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ યુવક પાસે રૂૂપિયાની માંગણી કરી હતી, જેની સામે મહિપતસિંહે ના પાડતા લૂંટારુઓએ ઉશ્કેરાઈને મહિપતસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનને ગળાના ભાગે, ડાબા હાથની હથેળીમાં તેમજ આંગળીઓ પર છરીના આડેધડ ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો હતો.

લૂંટારુઓએ દિશાને ધક્કો મારી તેના હાથમાંથી પર્સ અને મોબાઈલ ઝૂંટવી લીધા હતા. લૂંટારુઓ રૂૂ. 1,000 રોકડા, રૂૂ. 3,500ની કિંમતના ચાંદીના કડા અને રૂૂ. 20,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા પર્સ મળી કુલ રૂૂ. 30,000થી વધુની મત્તાની લૂંટ ચલાવી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા મહિપતસિંહને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે દિશા ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati