નૌસેનાનું શક્તિશાળી હેલિકોપ્ટર મનાય છે મરીન MK4
બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટના ડેવોન કાઉન્ટીમાં બની હતી. રોયલ નેવીના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ડેવોનના સોર્ટન વિસ્તાર નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું.
ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સૈન્ય અધિકારીઓએ તરત જ તપાસ શરૂૂ કરી હતી.
ગ્વિન જેન્ક્ધિસએ નિવેદન જાહેર કરીને આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રોયલ નેવીનું Merlin Mk4 Helicopter ડેવોન નજીક અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ ક્રૂ સભ્યોના જીવ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસના તારણો સામે આવ્યા બાદ માહિતી જાહેર કરવામાં આવશે.
Merlin Mk4 હેલિકોપ્ટર રોયલ નેવીના સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. તેને સંચાલિત કરવા માટે સામાન્ય રીતે ચાર ક્રૂ સભ્યોની જરૂૂર પડે છે અને તે લગભગ 24 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે દરિયામાં દુશ્મનની સબમરીન સામે કામગીરી, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સૈન્ય સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ કારણે તેને બ્રિટિશ નૌસેનાની મહત્વપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે.

