Saturday, 28 Mar, 9.20 am ગુજરાત મિરર

હોમ
દર્દીની ચિંતામાં ડો.ડોબરિયા ઘરે આવતા જ નથી

પત્નીને હવે ડર લાગે છે, દિવસો
વિતતા નથી, રાત લાંબી લાગે છે

ડોકટર પત્નીએ બન્ને દીકરીઓને કીધું, આજે સમાજ અને દેશને તારા પિતા જેવા નિષ્ણાત ડોક્ટરની જરૂર છે
રાજકોટ તા.28
કોરોનાનાં કારણે સૌથી ખરાબ હાલત જો હોય તો ડોકટરની છે. તમામ ડોકટરને લાખ લાખ સલામ ત્યારે રાજકોટમાં કોરોનાનો કહેર પથાવત છે. ત્યારે ડો. જયેશ ડોબરિયાના પત્નીએ વંદનાબેને જણાવ્યું હતું કે કોરોનાનો ફેલાવો વધતાં ડો. જયેશ ત્રણ દિવસ પહેલાં જ ઘરેથી કપડાં ભરેલી બેગ લઇને હોસ્પિટલે નીકળી ગયા હતાં. તેઓ કોરોનાના દર્દીઓને બચાવી રહ્યા છે. સમાજને તેમના જેવા નિષ્ણાંતોની તાતી જરૂર છે. જયારે મારી બે દિકરીઓ પોતાની વ્યવસ્થા વિશે પૂછે છે ત્યારે હું તેમને કહું છું કે આજે સમાજને તારા પપ્પાની વિશેષ જરૂર છે. તારા પિતા રિયલ હિરો છે. ડો. જયેશે હોસ્પિટલમાં જતાં પહેલા કહ્યું હતું કે ઘર સંભાળી લઇ રાતે કોઇ તકલીફ નહીં પડે ને? મેં કહ્યું હતું ચિંતા નહીં કરતા પણ હવે જેમ-જેમ કોરોનાનો કહેર વધી રહ્યો છે.

તેમ ડર લાગી રહ્યો છે. હવે તો તેમના વગર દિવસ વિતતો જ નથી. અને રાત લાંબી લાગે છે. પણ હજુ તેમને આ વાતની ખબર નથી. હું અને મારી દિકરીઓ ઘરમાં રહી હાલતો આ સમય વિતાવી રહ્યા છીએ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top