Dailyhunt

ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી

ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને પૂરેપૂરા પૈસા મેળવી લીધા હોવા છતાં, કાર પરની બેંક લોન ભરપાઈ ન કરી ઓટો બ્રોકર સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરી હતી.

મળતી વિગતો મુજબ ધોરાજીના ફુલવાડી રોડ નગીના મસ્જીદ સામે રહેતા કાર-લે વેંચનું કામ કરતા ખુરશીદભાઇ ઇમ્તિયાજભાઇ પોઠીયાવાલાએ સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા મનોજભાઇ ભંવરલાલ પ્રજાપતી પાસેથી ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર (નંબર: ૠઉં-19-અખ-2345) ખરીદી હતી.

સોદો નક્કી કરતી વખતે મનોજભાઇએ વિશ્વાસ અપાવ્યો હતો કે કાર પરની પિરામલ કેપિટલ પ્રાઇવેટ ફાઇનાન્સિયલ કંપનીની લોન તેઓ પોતે ભરપાઈ કરી દેશે અને ટૂંક સમયમાં એનઓસી મેળવી આપી દેશે.

ખુરશીદભાઇએ કારના પૂરેપૂરા પૈસા મનોજભાઈને ચૂકવી દીધા હતા. ત્યારબાદ જ્યારે એનઓસીની માંગણી કરવામાં આવી, ત્યારે મનોજભાઈએ "હજી આવી નથી", "કામમાં છું", "ભૂલી ગયો છું" જેવા અલગ-અલગ બહાના બતાવી સતત બે મહિના સુધી વાયદાઓ કર્યા હતા. છેવટે શંકા જતા ફરિયાદીએ ફાઇનાન્સ કંપનીમાં તપાસ કરાવી હતી. ફાઇનાન્સ કંપનીની તપાસમાં બહાર આવ્યું કે મનોજભાઈએ છેલ્લા બે વર્ષથી કારનો એક પણ હપ્તો ભર્યો નથી અને કંપનીએ કાર જપ્તીની કાર્યવાહી પણ શરૂૂ કરી દીધી છે.

આ બાબતે જ્યારે મનોજભાઈને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે: "મને મારા પૈસા મળી ગયા છે, ફાઇનાન્સ કંપનીવાળા ભલે ગાડી લઈ જાય. તમારે જે કરવું હોય તે કરી લો, હું એનઓસી આપીશ નહીં." મનોજભાઈ પ્રજાપતીએ જાણીજોઈને ખુરશીદભાઇને લોન ચાલુ હોવા છતાં કાર વેચી, પૂરા પૈસા પડાવી લઈ અને લોન ક્લિયર ન કરાવીને છેતરપિંડી કરી છે. ફરિયાદીએ આરોપીના ત્રણેય મોબાઈલ નંબર અને સરનામા સહિતની વિગતો પોલીસને સોંપી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati