Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધ્રાંગધ્રાના ઘુમટ ગામે લાપત્તા કોલેજિયન યુવતીનો તલાવડીમાંથી મૃતદેહ મળ્યો

ધ્રાંગધ્રાના ઘુમટ ગામે લાપત્તા કોલેજિયન યુવતીનો તલાવડીમાંથી મૃતદેહ મળ્યો

ધ્રાંગધ્રાના ઘુમટ ગામે રહેતી અને વિરમગામમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘરે વેકેશન કરવા આવ્યા બાદ લાપત્તા થઈ હતી. લાપત્તા યુવતીનો બે દિવસ બાદ તલાવડીમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઘટના આકસ્મીક કે આપઘાતની ? તે જાણવા પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રાંગધ્રાના ઘુમટ ગામે રહેતી હિનાબેન વનજીભાઈ ઘુઘલીયા નામની 19 વર્ષની યુવતી બે દિવસ પૂર્વે સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગઈ હતી.

લાપત્તા થયેલી યુવતીનો ગઈકાલે ઘુમટ ગામમાં જ આવેલી તલાવડીમાંથી મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઘટના અકસ્માતની કે આપઘાતની ? તે જાણવા પોલીસે યુવતીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક હિનાબેન ઘુઘલીયા એક ભાઈ ત્રણ બહેનમાં મોટી હતી અને વિરમગામ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ વેકેશન કરવા હિનાબેન ઘુઘલીયા ઘુમટ ગામે આવી હતી. ઘરેથી નીકળી ગયા બાદ હિનાબેન ઘુઘલીયાની તલાવડીમાંથી લાશ મળી આવી હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati