Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ગે ડેટિંગ એપ'થી મળવા બોલાવી કપડા કઢાવ્યા, વીડિયો ઉતારી ટોળકીએ રૂપિયા ખંખેર્યા

'ગે ડેટિંગ એપ'થી મળવા બોલાવી કપડા કઢાવ્યા, વીડિયો ઉતારી ટોળકીએ રૂપિયા ખંખેર્યા

'જાન' નામના આઇડી પરથી અમરેલીના યુવાનને 'હું તમને મળવા માંગુ છું' મેસેજ કરી ટોળકીએ ઝાળ બીછાવી

અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને યુવકોને નિશાન બનાવી, ફસાવીને લૂંટ ચલાવતી ગેંગનો અમરેલી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કુલ 6 આરોપીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ભોગ બનનાર ફરિયાદી બાબરા તાલુકાના એક ગામનો યુવક છે.

તે પોતાના શેઠનું વાહન લઈને ફતેપુર ખાતે બાયોકોલ ભરવા ગયો હતો. રાત્રિના સમયે બાયોકોલ ભરીને તે બાબરા પરત ફરી રહ્યો હતો ત્યારે, અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તો કરવા ઊભો રહ્યો હતો.

આ દરમિયાન, અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે આવેલી એક એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તેના મોબાઈલમાં 'ૠછઈંગઉછ' (ગ્રાઈન્ડર) નામની ગે ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. લાઠી ચોકડી પાસે ચા-પાણી પીતી વખતે તેનાથી ભૂલથી આ એપ ખુલી ગઈ હતી, જેમાં 'ઉંઅગ' (જાન) નામના આઈડી પરથી મેસેજ આવ્યો કે, "હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?" આ મેસેજ પર ક્લિક થતાં જ ફરિયાદીનો નંબર શેર થઈ ગયો હતો અને તેણે મળવાની હા પાડી હતી. જો કે, ફરિયાદીને તાત્કાલિક બીજા કામથી જવાનું હોવાથી તે પોતાનું વાહન લઈને બાબરા તરફ આગળ વધ્યો હતો. આ દરમિયાન નવા બાયપાસ રોડ પર ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસે આરોપી હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી (ફરીદ ભીમાણી) પોતાના એક્ટિવા અને મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે ફરિયાદી યુવાનનું વાહન રોકી, ચાવી ઝૂંટવી લીધી હતી.

અને ગેરકાયદેસર રીતે તેનો રસ્તો અવરોધ્યો હતો.આરોપીઓ ફરિયાદીને જબરદસ્તી વાહનમાંથી નીચે ઉતારી નજીકમાં આવેલા રેલવેના નવા પુલિયા (નાળા) નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ પ્લાનિંગ મુજબ અન્ય આરોપીઓ અરમાન સમા, તોફીક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી પણ આવી પહોંચ્યા હતા. આ તમામ 6 આરોપીએ એકસંપ થઈ ફરિયાદીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી મારકૂટ કરી હતી. આરોપી તોફિકે ફરિયાદીની ગરદન પર ખુલ્લી છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ હરકિશન, અરમાન સહિતના શખસોએ ફરિયાદીના જબરદસ્તી કપડાં ઉતરાવી દીધા હતા, જ્યારે તોફિક અને રોનક નાગોરીએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી તેનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો.

આરોપીઓએ ફરિયાદીનું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાં આશરે 800 થી 1000 રૂૂપિયાની રોકડ હતી. આટલા રૂૂપિયાથી સંતોષ ન થતાં આરોપીઓએ વધુ નાણાની માંગણી કરી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી પાસે અન્ય રોકડા ન હોવાથી, આરોપીઓએ આપેલા કયુઆર કોડ પર ફરિયાદી પાસે તેના શેઠના ગૂગલ પે (ૠજ્ઞજ્ઞલહય ઙફુ) દ્વારા 5,000 રૂૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, ફતેપુરમાં બાયોકોલવાળા ભાઈને ફોન કરી ઉછીના રૂૂપિયા મંગાવવાનો પ્રયાસ પણ કરાવાયો હતો.

આરોપી તોફિકે છરી બતાવી ધમકી આપી હતી કે, જો બીજો દિવસ થાય ત્યાં સુધીમાં વધુ 45,000 રૂૂપિયા નહીં મોકલે તો આ વીડિયો વાઈરલ કરી તેને સમાજમાં બદનામ કરી દેવામાં આવશે અને જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર ઘટના દરમિયાન ગેંગના અન્ય સભ્યો રસ્તા પર નજર રાખવા ઊભા હતા. પરંતુ, અચાનક રસ્તા પર કોઈનો અવાજ આવતાં આરોપીઓ પકડાઈ જવાની બીકે ફરિયાદીનો મોબાઈલ, પાકીટ અને વાહનની ચાવી ત્યાં જ ફેંકીને નાસી ગયા હતા.

આ ઘટના બાદ ફરિયાદીએ હિંમત ભેગી કરી સમગ્ર હકીકત પોતાના શેઠને જણાવી હતી, જેના આધારે મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ અધિકારી ઓમદેવસિંહ જાડેજાએ સમગ્ર લૂંટ અને બ્લેકમેઈલિંગની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગેંગના તમામ 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે કોર્ટમાંથી આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati