Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની માઠી

ગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની માઠી

મોરબી સીરમીક ઉધોગ વિશ્વ સ્તરે વિકાસ પામ્યો છે ત્યારે છેલ્લા વર્ષોમાં ઉધોગની કમર ભાંગી પડી છે જેથી આજદિન સુધી સિરામિક ઉધોગ બેઠો થઇ શક્યો નથી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ દિવસે ને દિવસે વધતા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીયો વધી છે. નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મોરબી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ અને મહત્વની જરૂૂરત છે ત્યારે ઈરાન અમેરિકા યુદ્ધની સીધી અસર રૂૂપે છેલ્લા ચાર મહિનાથી ગેસના ભાવમાં સતત વધારો થતાં ઉધોગકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

વિશ્વ સ્તરે ચીનને ટક્કર આપતો મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે.રશિયા અને યુક્રેન યુદ્ધની અસર માંથી માંડમાંડ બેઠો થઇ રહ્યો હતો ત્યાં જ ઈરાન અમેરિકા યુદ્ધ થતા સિરામિક ઉધોગના હદય સમાન ગેસની સપ્લાઈ બંધ થયા બાદ ગેસ મળતો થયો છે પણ ભાવ વધારાના કારણે ઉધોગ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. યુધ્ધ પહેલા નેચરલ ગેસના ભાવ પર ક્યુબીક મીટર 42 રૂૂપિયા હતા. ગેસ નહિ મળવાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારો એ પોતાની ફેકટરીઓ બંધ રાખી હતી અને મેં મહિનાથી ઉત્પાદન શરુ કર્યું હતું. ગેસનો ભાવ જુલાઈ મહિનામાં 77 થયો હતો. ઓગસ્ટમાં 89 અને હાલ સપ્ટેમ્બરમાં 98 રૂૂપિયા આસપાસ છે. પ્રોપેન ગેસ યુધ્ધ પહેલા 56 રૂૂપિયે કિલોગ્રામ મળતો. થોડા સમય માટે પ્રોપેન ગેસ મળતો બંધ થઇ ગયો હતો.

બાદમાં ઓગસ્ટ માસમાં ગેસ મળતા તેના ભાવ 85 રૂૂપિયા થઇ ગયા હતા અને હાલ 98 રૂૂપિયા પ્રોપેન ગેસનો ભાવ છે. આમ સતત વધી રહેલા ગેસના ભાવના કારણે સિરામિક ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે. યુદ્ધ્દના કારણે ડોમેસ્ટિક માર્કેટમાં 25 ટકા જેટલો માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કંપનીઓ સો ટકા એક્ષ્‍પોર્ટ કરે છે તેઓ માર્કેટની પરિસ્થિતિ ને કારણે પોતાની મેળે ફેક્ટરી બંધ કરી રહ્યા છે.યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 50 જેટલી ફેકટરીઓ બંધ થઇ હોવાની માહિતી સિરામિક એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંધાતે આપી હતી.

સિરામિક ઉધોગની અસર સીધી જ પેપરમિલ ઉધોગ પર પણ જોવા મળી રહી છે તો પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેશભાઈ પટેલ જણાવે છે કે યુદ્ધની સ્થિતિના પગલે વેસ્ટ પેપરના ભાવમાં પણ વધારો આવ્યો છે જે પહેલા 18 રૂૂપિયાના ભાવે મળ્યું હતું જે વધીને 24 રૂૂપિયા થયા છે તો ઇન્ડોનેશિયા કોલસોનો ભાવ વધારો આવ્યો છે જેમાં 2000 થી વધુ નો ભાવ વધારો આવતા પેપરમિલ ઉધોગ મંદીના માહોલ માંથી પસાર થઇ રહ્યો છે.વેસ્ટ પેપર અને કોલસાના ભાવ વધારો તેમજ સિરામિક ઉધોગ પણ મંદીમાંથી પસાર થતા પેપરમિલ ઉધોગને મોટો ફટકો પડ્યો છે.પેપરમિલ ઉધોગનું એક્સપોર્ટ પણ હાલમાં યુધ્ધના કારણે થપ થઇ ચુક્યું છે તો ઓર્ડર મળતા પણ બંધ થયા છે. વિશ્વમાં બીજા નંબરોનો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે.

ગેસના વધી રહેલા ભાવ વધારા એ મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. ડોમેસ્ટિક માર્કેટ માં પણ 25 ટકા જેટલો ઘટાડો આવ્યો છે અને એક્ષ્‍પોર્ટ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ક્ધટેનર ભાડા પણ સતત વધી રહ્યા છે જેના કારણે મોરબીથી ટાઈલ્સ મંગાવતા દેશો હવે સ્પેન, ઇટલી અને ચાઈના તરફ વળ્યા છે.મોરબીના ઉદ્યોગકારો નું સ્પષ્ટ માનવું છે કે જો આવીજ રીતે ગેસના સતત ભાવ વધતા રહેશે તો આવનારા દિવસોમાં પરાણે તેઓએ પોતાની ફેકટરીઓ બંધ કરવી પડશે.સીરમીક ઉધોગની ભયંકર મંદીની પરિસ્થિતિ જોતા તેને સલગ્ન પેપરમિલ ઉધોગ,પેકેજીંગ ઉધોગ સહિતના ઉધોગો બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઇ શકે તેવી ઉધોગકારો ચિંતા વ્યકત કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati