Dailyhunt
ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર ના માર્ગદર્શન હેઠળ બે દિવસીય સેન્સ પ્રક્રિયા નો પ્રારંભ થયો છે, જેનાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

આ પ્રક્રિયામાં ટિકિટ માટે દાવેદારો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળ અને ઉના એમ બંને કેન્દ્રો પર સવારે નવ વાગ્યા થી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ઇચ્છુક ઉમેદવારો પોતાના બાયોડેટા અને નિયત ફોર્મ સાથે હાજર રહી દાવેદારી નોંધાવી રહ્યા છે.

ખાસ કરીને વેરાવળ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરો એ દાવેદારી નોંધાવી, જે ભાજપના મજબૂત સંગઠન નો સંકેત આપે છે. આ સેન્સ પ્રક્રિયા ને વેરાવળ અને ઉના એમ બે ઝોનમાં વહેંચવામાં આવી છે. પ્રદેશમાંથી 6 નિરીક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. વેરાવળ ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે અલગ-અલગ સમયગાળામાં પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. ઉના ખાતે કોડીનાર અને ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં પણ આયોજન કરાયું છે. આ વ્યવસ્થિત આયોજન દ્વારા ભાજપે પસંદગીમાં પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કર્યો છે.

આ પ્રક્રિયા તા.2 એપ્રિલે પણ સુત્રાપાડા, તાલાલા અને ઉના વિસ્તારની બેઠક માટે ચાલુ રહેશે. વેરાવળ ખાતે દુષ્યંત પંડયા, જતીન પટેલ અને રીટાબેન પટેલ જ્યારે ઉના ખાતે પૂનમબેન બરંડા, મહેન્દ્ર પટેલ (દાસ) અને ચંદ્રિકાબેન લીંબાચીયા જેવા પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આ કાર્ય ચાલી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર એ જણાવેલ કે આ વખતે પાર્ટી યુવા કાર્યકરોને વિશેષ પ્રાધાન્ય આપશે. યુવાનોનું રાજકારણમાં આગળ લાવવા ભાજપ પ્રતિબદ્ધ છે. તેમણે તમામ ઇચ્છુક કાર્યકરોને સેન્સ પ્રક્રિયા માં ભાગ લેવા આહવાન કરતા કહ્યું કે, "પાર્ટી માટે કામ કરનાર દરેક કાર્યકર ને યોગ્ય તક મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati