Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

હું જીવવા માંગતો હતો પરંતુ.. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની અને સાસરિયા સામે નોંધાતો ગુનો

મનગર સર્કલ નજીક 40 ફૂટ રોડ પરના પટેલનગર શેરી નં. 7માં રહેતાં પાર્થ નામના યુવકને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્ની જાનકી, સસરા બિપીનભાઈ અમૃતલાલ કારેલીયા, સાસુ કપિલાબેન, સાળી જીલ દિવ્યેશભાઈ પિત્રોડા અને સાઢુભાઈ દિવ્યેશ ઉપરાંત યોગેશ સોલંકી સામે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરમાં રહેતી મૃતકની બહેન શિતલબેન અજયભાઈ રાઠોડ (ઉ.વ.

42) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ભાઈ પાર્થના લગ્ન 2018માં થયા હતા. શરૂૂઆતમાં લગ્નજીવન સરખી રીતે ચાલ્યું હતું. બે વર્ષ બાદ તેનો ભાઈ અવાર-નવાર તેને કોલ કરી પત્ની પોતાની ઉપર શંકા કરતી હોવાનું અને બહાર જવા દેતી નહીં હોવાની ફરિયાદ કરતો હતો, જેને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા.

તે એમ પણ કહેતો કે તેની પત્નીને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ છે. જ્યારે તેના ભાઈની પત્ની ભાઈ સાથે ઝઘડા કરતી ત્યારે સાસરીયાઓ તેને તેડી જતા હતા અને બાદમાં સમજાવટ કરતા તે પાછી આવી જતી હતી. વર્ષ 2024માં તે રિસામણે ગઈ હતી અને 2025માં છૂટાછેડાનો કેસ કર્યો હતો, જે હાલ કોર્ટમાં ચાલુ છે. તેનો ભાઈ કોર્ટ મુદતે જતો ત્યારે પણ તેની પત્ની છૂટાછેડા આપી દેવા દબાણ કરતી હતી. ગઈ તા. 20 ના રોજ તેના ભાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે,હું પાર્થ બી. પિત્રોડા આરોપીઓના ત્રાસને કારણે આ પગલું ભરૂૂં છું. તેની પત્ની જાનકીને બહુ જ લવ કરતો હતો, એટલે તેને ભૂલી શકતો ન હતો. જાનકીને છેલ્લા બે વર્ષથી બહુ જ લફરા હતા. છેલ્લે યોગેશ સોલંકીએ તેને કોન્ફરન્સ કોલમાં કહ્યું કે ડિવોર્સ આપી દે બાકી તને મારી નાખીશ.

સસરા કહેતા હતા કે તું મરી જા તો પણ અમને કઈ નહીં થાય. જાનકીને અનહદ લફરા હતા છતાં તેની સાથેના પ્રેમને કારણે તે તેની પાછળ જ રહેતો હતો. આ બધા રેકોર્ડિંગ્સ તેના ફોનમાં છે અને તેને ખોટા કેસમાં પણ ફસાવી દીધો હતો. અંતમાં તેણે એસપી અને પીઆઈને ન્યાય અપાવવા માંગણી કરી છે અને સાથેસાથ લખ્યું છે કે, હું જીવવા જ માગતો હતો પરંતુ આ લોકોએ મને જીવવા જેવો રહેવા ન દીધો. આ પાંચ લોકોએ મારા સમાજમાં અને બિઝનેસમાં મારી આબરૂૂ કાઢી નાખી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati