ગુજરાત મિરર
60k Followersધારાસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારની વધુ એક ભેટ આપવા તૈયારી,
ગમે ત્યારે જાહેરાત
ગુજરાતમાં હાલમાં જ રાજ્ય સરકારે સીએનજી અને પીએનજીમાં વેટ ઘટાડાથી લોકોને સસ્તો ગેસ આપવાનો તથા દર વર્ષે બે એલપીજી સીલીન્ડર ફ્રી આપવાની કરેલી જાહેરાત બાદ હવે ચૂંટણી શેડ્યુલની જાહેરાત પૂર્વે વધુ એક ભેટ આપી શકે છે. રાજ્ય સરકાર મતદારોને અને કર્મચારીઓને ખુશ કરવા માટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી શકે છે.
હવે કેન્દ્ર સરકારે હાલમાં જ તેના કર્મચારીઓને 4 ટકાનો મોંઘવારી ભથ્થો આપ્યો છે તેને અનુસરીને ગુજરાત સરકાર પણ જુલાઈથી ડીસેમ્બરનાં સમયગાળા માટે 4 ટકાનું મોંઘવારી ભથ્થા વધારો જાહેર કરે તેવી શક્યતા છે જેનો લાભ રાજ્યના 9.38 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે અને તે દિપાવલી બાદ ચૂકવાઈ જશે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ ગુજરાત સરકારે જુલાઈ અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના પગારમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના મોંઘવારી ભથ્થા વધારાની અસર આપી છે અને તેનો લાભ કર્મચારીઓને મળી રહ્યો છે. હવે આ નવો વધારો દિપાવલી બાદ મળશે. જેના કારણે રાજ્યના કર્મચારીઓ માટે એક રાહતભર્યા સમાચાર આવી જશે.
વધુ એક પગલામાં હવે ગુજરાત સરકાર હાલ સ્થિર રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ થોડો ઘટાડો કરે તેવી શક્યતા છે. જો કે મોટાભાગે સ્થિર રખાયા છે અને તેના કારણે હાલ કોઇ ભાવવધારો નહીં થવાથી લોકોને રાહત છે પરંતુ ચૂંટણીમાં લોકોને રાહત તરીકે આ ભાવ ઘટાડાની જાહેરાત કરી શકે છે
નવા રાજકીય સમીકરણો: ઉધ્ધવ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે
મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Gujarat Mirror Gujarati