Dailyhunt

ખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત

ભાણવડ નજીક બાઈકચાલકે અનેકને અડફેટે લીધા

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂૂપસંગ ગોહિલ (ઉ.વ.

50, રહે. ભરાણા)એ વાડીનાર મરીન પોલીસને કરી છે.

ભાણવડથી આશરે ચાર કિલોમીટર દૂર રેલવે ફાટક પાસે એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 એચ.એલ. 6765 નંબરના એક મોટરસાયકલના ચાલકે આ માર્ગ પર કેટલાક રાહદારીઓને ઠોકરે લીધા હતા.

આ બનાવ અંગે ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવા સબબ વશરામભાઈ દેવશીભાઈ પીપરોતર (ઉ.વ. 42, રહે. ઘેલડા ગામ, તા. જામ જોધપુર)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મોટરસાયકલના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati