Saturday, 28 Mar, 9.33 am ગુજરાત મિરર

હોમ
લોકડાઉનની પરિસ્થિતિમાં અબોલ જીવો માટે ઘાસ અને ચણની વ્યવસ્થા કરતું અર્હમ યુવા સેવા અને સોહમ ગૃપ

રાજકોટ તા.28
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા અબોલ જીવો માસ ઘાસ આપવામાં આવ્યું હતું અને રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ચબુતરા માટે 100 કટા ચણ આપવામાં આવી છે. ખાવું કરતાં ખવડાવું જેમને ગમે તેમનું માનવ જીવન સફળ એવા ભાવથી ચાર ગાડી ઘાસ (મકાઇ-900 મણ)ની આપવામાં આવી હતી. આ નીરણની સહાયથી રાજકોટની ભાગોળે ચાર પાંજરાપોળના અબલ જીવોની ભૂખ ભાંગી તેમને સાતા પહોંચાડવામાં આવી હતી. સાથે સાથે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ચબુતરા માટે 100 ગુણી ચણ પણ નાખવામાં આવી છે. અબોલ જીવોની પેટની અગ્ની ઠરતાં તેમના મુક આશીર્વાદ વણબોલ્યા જ મળી જાય છે.
હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે માનવીને પણ પોતાનું પેટ ભરવામાં પારાવાર મુશ્કેલી પડે છે ત્યારે અબોલો જીવોની સ્થિતિ શું હશે ? રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કૃપાથી તા.28/3 ના રોજ અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા અર્હમ જીવદયા પ્રોજેકટ અંતર્ગત 4 ગાડી મકાઇના ઘાસની ખરીદી કરી અને રાજકોટની ભાગોળે આવેલી પાંજરાપોળમાં આપવામાં આવી હતી.
ગુરુદેવશ્રીનું બીજું મિશન સોહમ ગૃપ દ્વારા 100 કટા ચણ રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ચબુતરા માટે આપવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top