Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'મટકીફોડ' માટે ગોવિંદાઓની આયાત કરવા તૈયારી

રાજકોટમાં આગામી તા.4ના રોજ જન્માષ્ટમીના દિવસે મહાનગપાલિકા દ્વારા પ્રથમ વખત 'મટકીફોડ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. પરંતુ આજ સુધી એક પણ એન્ટ્રી નહીં આવતા મહાનગરપાલિકાના શાસકો મુંજાયા છે અને વડોદરા કે અન્ય શહેરમાંથી બે પેઇડ ટીમ બોલાવી એક-બે સ્થાનિક ટીમને તૈયાર કરી કાર્યક્રમ યોજવા પ્રયાસો હાથ ધરાયા છે.

કોર્પોરેશનના સુત્રોના કહેવા મુજબ રાજકોટમાં ગોવિંદા સ્ટાઇલથી મુંઇબ-સુરત જેવા મટકીફોડના કાર્યક્રમો થતા ન હોવાથી સ્થાનિક આવી કોઇ ટીમ આગળ આવી નથી પરંતુ વિવિધ મંડળો-સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

તેમજ વડોદરાથી બે ટીમ ખર્ચો આપીને બોલાવવા પણ વિચારણા ચાલી રહી છે. ઓછામાં ઓછી ત્રણ ટીમો તૈયાર કરી કાર્યક્રમ પાર પાડવાના પ્રયાસો છે.

રાજકોટ શહેરની સાંસ્કૃતિક, ધાર્મિક અને ઉત્સવપ્રિય પરંપરાને વધુ ભવ્યતા સાથે ઉજાગર કરવા તેમજ જન્માષ્ટમીના પાવન પર્વને ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવના સાથે ઉજવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.04-09-2026, શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ તા. 4 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ રાત્રે 8:00 કલાકથી 11:00 કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. આ વર્ષે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિવિધ આકર્ષણોનંન આયોજન કરવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રા શો, સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ધમાલ રાસ (આદિવાસી નૃત્ય) રજૂ કરશે.

મટકી ફોડની પરંપરાગત રમતમાં સાહસ, ટીમવર્ક અને ઉત્સાહનો અદભૂત સમન્વય જોવા મળશે. વિશેષ તાલીમબદ્ધ સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા ગ્રુપ) દ્વારા મટકી ફોડની રોમાંચક રજૂઆત કરવામાં આવશે, જે ઉપસ્થિત જનમેદની માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન માહોલને અનુરૂૂપ ડી.જે. દ્વારા કૃષ્ણ ભક્તિના લોકપ્રિય ગીતો અને સંગીતની ધૂનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બનાવવામાં આવશે. ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લાઇટિંગ, આકર્ષક શોભાસજ્જા અને રંગબેરંગી સજાવટ દ્વારા સમગ્ર કાર્યક્રમ સ્થળને ઉત્સવના માહોલમાં સજાવવામાં આવશે. મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર મંડળીઓ દ્વારા ઊંચા પિરામિડ રચી મટકી ફોડવાની રોમાંચક રજૂઆત કરવામાં આવશે. સ્પર્ધામાં મંડળીના સભ્યો વચ્ચેનું ટીમવર્ક, શારીરિક કૌશલ્ય અને ઉત્સાહ દર્શકોમાં રોમાંચ જગાવશે.

મંડળીઓ માટે વિનામૂલ્યે રજીસ્ટ્રેશનની સુવિધા
મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને પ્રકારની રજીસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિવિધ મટકી ફોડ મંડળીઓ વધુમાં વધુ સંખ્યામાં નોંધણી કરાવી આ ભવ્ય સ્પર્ધામાં જોડાય અને જન્માષ્ટમીના ઉત્સવને વધુ રંગીન બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ ઉપર જઈને ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ઓફલાઇન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રૂૂમ નં.5, ત્રીજો માળ, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.

વિજેતા મંડળીઓ માટે લાખેણા ઇનામો
પ્રથમ ઇનામ રૂા. 1,50,000/-
દ્વિતીય ઇનામ રૂા. 1,21,000/-
તૃતીય ઇનામ રૂા. 1,01,000/-
આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાને પુરસ્કાર સહિત શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati