Saturday, 28 Mar, 9.23 am ગુજરાત મિરર

હોમ
નિવૃત્ત અને સસ્પેન્ડ જવાનોની તાકીદે સેવા લેવા માગણી

હાલની સ્થિતિની ધ્યાનમાં લઈ ફરજ ઉપર લેવા રજૂઆત
રાજકોટ તા,28
રાજકોટ શહેરના પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે હાલ રાજ્યભરમાં પોલીસદળ અને હોમગાર્ડદળમાં હજારો જગ્યાઓ ખાલી છે અને હાલ દેશભરમાં કોરોનાને પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જેમના શીરે છે એવા દળના જવાનો હાલ લોકડાઉનમાં યશસ્વી અને પ્રશંસનીય સેવાઓ બજાવી રહ્યા છે અને જ્યારે જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને કુદરતી માનવસર્જીત આપતિઓના સમયે હોમગાર્ડઝદળના જવાનોએ અવિસ્મરણીય સેવાઓ બજાવી છે જે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્યમંત્રી અને કેબીનેટ મંત્રીઓએ વખતોવખત રાજ્યના 50,000 હોમગાર્ડ જવાનોની સેવાઓને બિરદાવી છે ત્યારે ગુજરાત રાજ્યમાં હાલ જે હોમ ગાર્ડઝ નિવૃત્ત થયા હોય કોઈ કારણોસર દળમાંથી સસ્પેન્ડ કરાયા હોય તો તેવા દળના જવાનો જો
સ્વૈચ્છિક હાલના સમયમાં દેશ સેવા માટે તત્પર હોય તેવા તમામ પોલીસદળ અને હોમગાર્ડદળનું સ્વૈચ્છિક સેવા આપવા માગતા પુર્વ કર્મીઓનું સરકારે લીસ્ટ બનાવવું જોઈએ તેમ પૂર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહે જણાવ્યું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top